Get The App

વડોદરામાં Bank of India બેંકમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ : કર્મચારીઓમાં ગભરાટ

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
વડોદરામાં Bank of India બેંકમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ : કર્મચારીઓમાં ગભરાટ 1 - image

વડોદરા,તા.20 સપ્ટેમ્બર 2023,બુધવાર

વડોદરા રાવપુરા વિસ્તારની બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં સવારે શોક સર્કિટના કારણે આગ લાગી હતી. ચાલુ ઓફિસમાં આગ લાગતા હાજર કર્મચારીઓ અને કામ અર્થે આવેલા ગ્રાહકોના જીવ પડી કે બંધાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાની ઓફિસમાં બુધવારે 11:00 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા વળ્યા હતા. જેના કારણે ઓફિસ ચાલુ હોવાથી બેંકમાં હાજર કર્મચારીઓ અને બેંકમાં વિવિધ કામ અર્થે આવેલા ગ્રાહકોના જીવ પડીકે બંધાયા હતા. બેંકમાં આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો સતત મારો ચલાવીને અડધો કલાકમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમની પ્રાથમિક તપાસ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે બેટરીઓમાં આગ લાગી હતી એવું જાણવા મળ્યું હતું.


Google NewsGoogle News