Get The App

ખલીપુર પાસે વિશ્વામિત્રી નદીમાં પશુપાલક ડૂબ્યા હોવાની આશંકા, ફાયર બ્રિગેડની મદદ લીધી

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
ખલીપુર પાસે વિશ્વામિત્રી નદીમાં પશુપાલક ડૂબ્યા હોવાની આશંકા, ફાયર બ્રિગેડની મદદ લીધી 1 - image

image : Pixabay

Vadodara News : વડોદરા નજીક ખલીપુર ગામે વિશ્વામિત્રીમાં એક પશુપાલક ડૂબ્યા હોવાની આશંકાને પગલે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.

ખલીપુર ગામે રહેતા વૃદ્ધ પશુપાલક બે દિવસ પહેલા ઢોર ચારવા ગયા હતા ત્યારબાદ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. તેઓના કપડા નદી પાસેથી મળી આવતા તેઓ નદીમાં ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ખલીપુરની નદીમાં બોટ મારફતે શોધખોળ હાથ ધરાઈ છે. નદીમાં મગરો હોવાને કારણે ફાયર બ્રિગેડની કામગીરી મુશ્કેલ બની છે.‌


Google NewsGoogle News