શહેર ભાજપની જેમ વડોદરા જિલ્લા ભાજપનું FB એકાઉન્ટ પણ હેક થયું
વડોદરાઃ વડોદરા શહેર ભાજપની જેમ વડોદરા જિલ્લા ભાજપનું પણ ફેસબુક એકાઉન્ટ હેક થતાં સાયબર સેલને ફરિયાદ કરવામાં આવી છે.
તાજેતરમાં વડોદરા શહેર ભાજપનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને બીભત્સ મેસેજ અને વીડિયો મુકવામાં આવ્યા હતા.જેથી સાયબર સેલે આ અંગે કાર્યવાહી કરતાં એકાઉન્ટ રાબેતા મુજબ થયું હતું.
આવી જ રીતે વડોદરા જિલ્લા ભાજપના ફેસબુક એકાઉન્ટ પર પણ અશ્લીલ વીડિયો અને મેસેજો મુકાતાં કાર્યકરોમાં ઊહાપોહ થયો હતો.છેલ્લા દસ દિવસથી આ એકાઉન્ટ હેકરોની ચુંગાલમાંથી હજી મુક્ત થયું નથી.
આ અંગે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખે સાયબર સેલ અને શહેર તેમજ જિલ્લાના પોલીસ વડાઓને લેખિતમાં ફરિયાદ પણ કરી છે.આમ,ભાજપને ટાર્ગેટ કરતા હેકરની સાયબર સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.