Get The App

પિતા - પુત્રે પથ્થર વડે યુવકને મૂઢ માર મારી ધમકી આપી

યુવકના ઘરે જઇને જાળીને લાતો મારી ઝઘડો કર્યો હતો

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
પિતા - પુત્રે પથ્થર વડે યુવકને મૂઢ માર મારી ધમકી આપી 1 - image

વડોદરા,નજીવી બાબતે તકરાર થતા પિતા - પુત્રે ફાઇનાન્સનું કામ કરતા યુવકને પથ્થર વડે માર માર્યો હતો. જે અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

 ગોત્રી ગામ શક્તિ નગરમાં રહેતા મનોજસિંહ રયજીભાઇ પરમારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  હું ફાયનાન્સનું કામ કરૃં છું. ગઇકાલે હું તથા મારા બંને બાળકો વુડા ચાર રસ્તા ગોત્રી  નાસ્તો કરવા ગયો હતો. ત્યાં ગાડી ઉભી રાખી અમે નીચે ઉતર્યા હતા. ત્યારે મારા દીકરાએ મને કહ્યું કે, ચાઇનિઝની લારી પાસે બાઇકના આગળના ભાગે બેસેલ વ્યક્તિ ગઇકાલે આપણા ઘરે આવ્યા હતા. આપણા ઘરની જાળીને લાતો મારી મમ્મીને  ધમકી આપતા હતા. તે દરમિયાન તે શખ્સ મારી  પાસે આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે, તમારા ઘરની સામે રહેતા સુરેશભાઇ મારા સંબંધી થાય છે. તેઓની સાથે ઝઘડો કેમ કરો છો ? મેં તેઓને કહ્યું હતું કે, મારે સુરેશભાઇ સાથે કોઇ ઝઘડો નથી.  ત્યારબાદ સુરેશ ગોહિલ, ઉમેશ ગોહિલ તથા સુરેશભાના જમાઇએ પથ્થર વડે મને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.  તે સમયે અમે લક્ષ્મીપુરા  પોલીસસ્ટેશનમાં સામસામે અરજી આપી હતી.  અમારે અંદરો અંદર સમાધાન થઇ  જતા અરજી ફાઇલ કરી દીધી હતી.


Google NewsGoogle News