Get The App

કેટરિંગનો ધંધો કરનાર પર પિતા - પુત્રનો હુમલો

જાનથી મારી નાંખવાની ધમકી : ઝપાઝપી દરમિયાન સોનાની ચેન પડી ગઇ

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
કેટરિંગનો ધંધો કરનાર પર પિતા - પુત્રનો  હુમલો 1 - image

વડોદરા,કેટરિંગનો ધંધો કરતા વેપારીએ જમવાનું તથા પૈસા આપવાની ના પાડતા પિતા - પુત્રે  હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

રાવપુરા પ્રતાપ રોડ સંસ્થા વસાહતની સામે મોહ વિદ્યા બિલ્ડિંગમાં રહેતો હિરેન સુરેશભાઇ ઠક્કર કેટરિંગનો ધંધો કરે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે  હું મારા ઘર  પાસે આવેલ ટિફિન સર્વિસની દુકાને હતો. તે દરમિયાન રાતે સાડા નવ વાગ્યે અલ્પેશ કનૈયાલાલ કહાર ( રહે.દાંડિયા બજાર) તથા તેનો દીકરો આવ્યા હતા. અલ્પેશે મારી  પાસે જમવાનું તથા રૃપિયા માંગતા મેં તેઓને આપવાની ના પાડતા તેઓ અચાનક ઉશ્કેરાઇ ગયા હતા. તેઓ મને તથા મારી છોકરીઓને ગાળો બોલવા લાગ્યા હતા. મેં તેઓને ગાળો નહીં બોલવા તથા ઝઘડો નહીં કરવા માટે સમજાવતો હતો. તે દરમિયાન અલ્પેશનો છોકરો લોખંડની  પાઇપ લઇને દોડી આવ્યો હતો. તેણે મારા પર  હુમલો કરતા મેં હાથ આડો કરી દેતા હાથ પર ઇજા થઇ હતી. ઝપાઝપી દરમિયાન મારી સોનાની રૃદ્રાક્ષની માળા  પડી જતા ખોવાઇ ગઇ હતી. તેઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી કહ્યું હતું  કે, તું હવે અહીંયા કેવો રહે છે ? તે હું જોઉં છું.  દરમિયાન રાહદરીઓ ભેગા થઇ  જતા હુમલાખોરો જતા રહ્યા હતા.


Google NewsGoogle News