બેકાર પુત્રને કામ ધંધો કરવા પિતાએ ઠપકો આપતા ઝેર પી આત્મહત્યા કરી
વડોદરા,તા.2 જાન્યુઆરી 2024,મંગળવાર
ડભોઇ તાલુકાના માવલી ગામમાં રહેતા 27 વર્ષનો જયેશ રાઠોડિયા કોઈ કામ ધંધો કરતો ન હોવાથી તેના પિતા વલ્લભભાઈએ ઠપકો આપ્યો હતો અને કામ કરવા અથવા નોકરી પર જવા માટેનું કહેતા જયેશને મનમાં લાગી આવ્યું હતું. તારીખ 31ની સાંજે તે કોઈને પણ કહ્યા વગર ઘેરથી નીકળી ગયો હતો અને કુંવારવાળા જવાના રસ્તે સ્મશાન પાસેની જમીનમાં ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા બાદ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવ અંગે ડભોઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.