Get The App

મોરવા હડફના ખાબડા ગામે કૂવામાં ઝંપલાવી પિતાનો બે પુત્રો સાથે સામૂહિક આપઘાત

શુક્રવારની સાંજે અગમ્ય કારણસર ઘરની નજીક આવેલા કૂવામાં ઝંપલાવ્યું ઃ શનિવારે લાશો બહાર કાઢી

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
મોરવા હડફના ખાબડા ગામે  કૂવામાં ઝંપલાવી પિતાનો બે પુત્રો સાથે સામૂહિક આપઘાત 1 - image

શહેરા તા.૧૫ પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના ખાબડા ગામે પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવી સામૂહિક આપઘાત કરતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

મોરવાહડફ તાલુકાના ખાબડા ગામેથી સામૂહિક આપઘાતની ઘટના અંગે મળતી વિગતો મુજબ તા.૧૪ની મોડી રાત્રે આશરે સાડા અગિયાર વાગે ખાબડા ગામના ગણેશ ફળિયામાં રહેતા ૩૨ વર્ષના જગદીશ અશોકભાઇ પટેલ અને તેમના પુત્ર પ્રદિપ (ઉ.વ.૧૨) તેમજ જયેશ (ઉ.વ.૪)એ ઘર નજીક આવેલા કૂવામાં ઝંપલાવી દીધું હતું. બીજી તરફ જગદીશભાઇ અને તેમના પુત્રો ઘેર ન હોવાથી પરિવારના સભ્યોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. જેમાં જગદીશભાઇે બે પુત્રો સાથે કૂવામાં ઝંપલાવ્યું હોવાનું માલૂમ પડયું હતું.

નાનકડા એવા ખાબડા ગામમાં આ ઘટનાની જાણ થતાં શનિવારની સવારે ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડયા  હતાં. મોરવાહડફ પોલીસ સહિત સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા  હતાં. સ્થાનિક તેમજ ફાયર બ્રિગેડની ટીમે કૂવામાં પડેલા પિતા અને બે પુત્રોની લાશ બહાર કાઢી હતી. પિતાએ ક્યાં કારણોસર બે પુત્રો સાથે કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું તેનું કારણ હજી બહાર આવ્યું નથી.

મોરવાહડફ પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ  હાથ ધરી છે. બનાવની જાણ થતાં મોરવાહડફ ધારાસભ્ય પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. આ બનાવથી ગામમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.




Google NewsGoogle News