બાપોદની સોસાયટીમાં અંગત અદાવતે પિતા અને બે પુત્ર પર ચપ્પા વડે હુમલો

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
બાપોદની સોસાયટીમાં અંગત અદાવતે પિતા અને બે પુત્ર પર ચપ્પા વડે હુમલો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 18 જાન્યુઆરી 2024 ગુરૂવાર

વડોદરાના બાપોદની સોસાયટીમાં અંગત અદાવતે પિતા અને બે પુત્ર પર ચપ્પા વડે બે યુવકોએ હુમલો કર્યો હતો.

નાગરવાડા નવી ધરતીમાં આવેલા હરીજન વાસ માં રહેતા 28 વર્ષના પિયુષ નાગેન્દ્ર સોલંકી, તેમના 60 વર્ષના પિતા નાગેન્દ્ર વિઠ્ઠલ સોલંકી અને ભાઈ 32 વર્ષના પંકજ સોલંકી ખોડિયારનગર પ્રભુજી પાર્ટી પ્લોટ ની સામે નરસિંહ ધામ સોસાયટીમાં જીમી અને કલર નામની વ્યક્તિએ અંગત અદાવતે ચપ્પા વડે હુમલો કર્યો હતો. આ અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય  છે કે બાપોદ પોલીસ મથકનો નંબર છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાથી પોલીસને લગતા કામગીરી માટે વિસ્તારવાસીઓને હેરાનગતિ વેઠવી પડે છે. આ બનાવમાં તપાસ અધિકારીનો સંપર્ક થઈ શક્યો ન હતો.


Google NewsGoogle News