લિફ્ટ મામલે થયેલી તકરારમાં પિતા-પુત્ર ઉપર ત્રણનો હુમલો
ગાંધીનગર નજીક રાંદેસણની વસાહતમાં
ટેકનિકલ કારણસર લિફ્ટ બંધ નહીં થતા બે ભાઈઓ દ્વારા યુવાનને માર મારી તેના પિતા ઉપર પણ હુમલો કર્યો
આ ઘટના અંગે પોલીસ સૂત્રમાંથી મળતી વિગતો પ્રમાણે
રાંદેસણમાં આવેલી વેદિકા હેબિટેડ વસાહતમાં રહેતા હેમાંગભાઈ અશોકભાઈ પટેલે તેમના જ
બ્લોકમાં ચોથા માળે રહેતા બે ભાઈઓ અને પિતા સામે ફરિયાદ કરી હતી ત્યારે બીજી બાજુ
આયુષ બાલકૃષ્ણ ચોબેએ ફરિયાદ નોંધાવી હતી કે,
ગત સોમવારે સાંજના સમયે તે લિફ્ટમાં ઉપરના માળે ગયો હતો અને તે દરમિયાન
ટેકનીકલ કારણસર લિફ્ટ બંધ થઈ ન હતી. જેના કારણે નીચે લિફ્ટની રાહ જોઈ રહેલા હેમાંગ
અશોકભાઈ પટેલ અને અંકિત અશોકભાઈ પટેલે ઉમાબૂમ કરી હતી.
જેના કારણે તે નીચે
આવ્યો હતો અને આ સમયે બંને જણા તેની સાથે ગાળા ગાળી કરીને માર માર્યો હતો અને
માપમાં રહેવા ધમકી આપી હતી. ત્યારબાદ તે કારમાં બેઠેલા તેના મિત્ર પાસે ગયો હતો. આ
દરમિયાન આ બંને વ્યક્તિઓ તેની પાછળ આવ્યા હતા અને માર માર્યો હતો બૂમાબૂમ થતા તેણે
તેના પિતાને ફોન કરીને બોલાવ્યા હતા તે દરમિયાન તે નીચે આવ્યા હતા અને હેમાંગભાઈ,અંકિતભાઈ સાથે
તેમના પિતા પણ મુખ્ય ગેટ પાસે ઉભા હતા તે સમયે તેમને સમજાવવા જતા આયુષના પિતા
બાલકૃષ્ણભાઈ ઉપર પણ આ ત્રણ વ્યક્તિઓએ ગાળા ગાળી કરીને હુમલો કર્યો હતો. એટલું જ
નહીં અમારું નામ લેશો તો જાનથી હાથ ધોઈ નાખશો તેવી ધમકી પણ આપી હતી. જેથી હાલ
પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.