Get The App

વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગાળો બોલવાનું નહીં કહેતા યુવક પર પિતા પુત્રનો હુમલો

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગાળો બોલવાનું નહીં કહેતા યુવક પર પિતા પુત્રનો હુમલો 1 - image


- લોહી લુહાણ હાલતમાં યુવકે ગુમાબુમ કરતા લોકોએ છોડાવ્યો

વડોદરા,તા.16 જાન્યુઆરી 2024,મંગળવાર

ઘર પાસે આવીને ગાળો નહીં બોલવાનું કહેતા પિતા અને પુત્ર એ યુવક પર હુમલો કર્યો હતો. લુહાણ હાલતમાં બૂમાબૂમ કરતા આસપાસથી લોકોએ આવી યુવકને વધુ મારમાંથી બચાવ્યો હતો. ઘવાયેલા યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.

મકરપુરા વિસ્તારમાં આવેલા જય ભોલે નગરમાં રહેતા પ્રજ્ઞેશ હરીશ રોહીતે પોલીસ ફરિયાદ નોધાવી છે કે સોમવારે  રાત્રીના જમી પરવારી હુ મારા ઘરે હાજર હતો. તે દરમિયાન છેલ્લા બે ત્રણ દીવસથી અમારી પાછળ રહેતા દીલીપ પટેલ અમારા ઘર સામે આવીને રોડ ઉપર રાત્રીના તેના મોબાઇલ વડે કોઇને ગાળો બોલતો હતો. જેથી મે તેઓને તમારે જેની સાથે ઝઘડો હોય તેઓને ત્યા જઈને ગાળો આપો હતો. દરમિયાન તેઓ ઉશ્કેરાઇ ગયો હતો મને જણાવેલ કે તુ વધારાનુ બોલતા નહીં તો તને અને તારા પરીવારને જાનથી મારી નાખીશ. આ દરમિયાન તેનો દીકરો હાથમા મસાલો વાટવાનો દસતો તે મારા માથાના આગળના ભાગે કપાળની ઉપર મારી દીધો હતો. જેથી મે લોહી લુહાણ હાલતમાં બુમો પાડતા આજુ-બાજુથી માણસો ભેગા થઇ ગયેલા અને મારી મમ્મી તથા મારી મોટી બહેન સુનીતા પણ ત્યા આવી ગયા હતા  ભેગા થયેલા લોકોએ તેના મારમાથી મને બચાવ્યો હતો. હુમલો કરનાર પિતા પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News