વાસણારોડ વિસ્તારમાં મોડીરાતે નશામાં ધૂત કારચાલકે બે કારને ટક્કર મારતાં પિતા-પુત્રીને ઇજા

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
વાસણારોડ વિસ્તારમાં મોડીરાતે  નશામાં ધૂત કારચાલકે બે કારને ટક્કર મારતાં પિતા-પુત્રીને ઇજા 1 - image

વડોદરાઃ તાંદલજા-વાસણારોડ વિસ્તારમાં ગઇ રાતે નશામાં ધૂત એક કારચાલકે બે કાર ને અડફેટમાં લેતાં ટોળું ભેગું થઇ ગયું હતું.પોલીસ આવી જતાં કાર ચાલક યુવકની અટકાયત કરી હતી.

તાંદલજાના અમીન પાર્કમાં રહેતા અને જિમ ચલાવતા માજીદખાન પઠાણે પોલીસને કહ્યું છે કે,ગઇકાલે રાતે હું કારમાં મારી માતા, પત્ની અને પુત્રીની સાથે ઘરતરફ જઇ રહ્યો હતો ત્યારે કલ્યાણ પાર્ટી પ્લોટ નજીક પાછળથી આવેલી મહેન્દ્ર એક્સયુવી કારના ચાલકે મારી કાર સાથે અકસ્માત કરતાં મને અને મારી પુત્રીને ઇજા થઇ હતી.જ્યારે કારને નુકસાન થયું હતું.

કારચાલકે આગળ જઇ કાર્તિકભાઇની   કારને પણ ટક્કર મારતાં તેને પણ નુકસાન થયું હતું.ત્યારબાદ કારચાલક ઉભો રહી ગયો હતો.તે નશામાં ચૂર હતો અને તેનું  નામ મોલિક ભરતભાઇ પ્રજાપતિ (સાંતમગ્રીન સોસાયટી,વાસણારોડ) હોવાનું ખૂલ્યું હતું.

બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતા અને ઉત્તેજનાભર્યા દ્શ્યો સર્જાયા હતા.જે પી રોડ પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી.પ્રાથમિક તપાસમાં મૌલિક તેના પિતા સાથે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News