Get The App

વડોદરા શહેરમાં ફતેગંજ તથા વારસીયા વિસ્તારમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા : વિડીયો વાયરલ

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
વડોદરા શહેરમાં ફતેગંજ તથા વારસીયા વિસ્તારમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા : વિડીયો વાયરલ 1 - image


Vadodara Crime News : વડોદરા શહેરમાં માથાભારે તથા અસામાજિક તત્વો પર પોલીસ તંત્ર અંકુશ મેળવવામાં સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. કારણ કે આવા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ જાહેરમાં હથિયારો સાથે મારામારી કરતા હોય છે. ગઈકાલે રાત્રે ફતેગંજ તથા વારસિયા વિસ્તારમાં જાહેરમાં મારામારીના બનાવો બન્યા હતા. જેના વિડીયો પણ વાયરલ થયા હતા. 

વડોદરા શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. પોલીસનો જાણે કોઈને પણ કોઈ પણ પ્રકારનો ડર રહ્યો ન હોય તેમ ગુનાને અંજામ આપતા પહેલા તે જ પણ વિચાર કરતા નથી. કહી શકાય કે પોલીસ અસામાજિક તત્વો પર અંકુશ મેળવવામાં સતત નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. રોજ પોલીસ ચોપડે ઘર ફોડ ચોરીની ફરિયાદ નોંધાતા નાઈટ પેટ્રોલિંગના પણ લીરેલીરા ઉડતા જણાઈ રહ્યા છે. બીજી તરફ માથાભારે તત્વો ખાખીનો કોઈ ફોફ ન હોય તેમ સામેવાળા વ્યક્તિ પર હુમલો કરતા ડરતા નથી. પરિણામે મર્ડર જેવી મોટી ઘટના પણ બની જતી હોય છે. તાજેતરમાં જ કિશનવાડી વિસ્તારમાં દશામાની શોભાયાત્રામાં ડીજેમાં થયેલી સામાન્ય મારામારી માં યુવક પર ગંભીર રીતે હુમલો કરતા તેનું મોત નિપજયુ હતું. ત્યારે એવા બે મારામારીના કિસ્સા ફરી વડોદરા શહેરમાં બનવા પામ્યા છે. ગઈકાલે ગુરૂવારે રાત્રિના સમયે ફતેગંજ પેટ્રોલ પંપ પાસે કેટલાક યુવકો વચ્ચે કોઈ કારણોસર મારા મારી થઈ હતી. જેમાં બે જૂથના યુવકો સામસામે લાકડી તથા પટ્ટા સહિતના હથિયારોથી હુમલો કરતા જણાયા હતા. તેવી જ રીતે વારસિયા વિસ્તારમાં શનિદેવ મંદિર પાસે પણ મંદિરમાં પૂજા કરતા યુવકને માર માર્યો હતી. આજુબાજુના લોકોએ વચ્ચે પડીને બંનેને છુટા પડયા હતા. ત્યાર બાદ રાત્રિના 12 વાગ્યાના સમયે નશો કરેલી હાલતમાં આવેલા 15 થી 20 યુવકોનું ટોળું લઈ આવું કૃણાલના પિતાને ધમકી આપી હતી કે, તારો છોકરો બહાર મળશે તો પતાવી દઈશું ઉપરાંત મંદિર બંધ કરાવવાની ધમકી આપી હતી. જો પોલીસ કેસ કર્યો છે તો  વડોદરામાં રહેવાનું ભારે કરી નાખવાની ધમકી આપી હતી. જે મામલો વારસિયા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.


Google NewsGoogle News