Get The App

વડોદરામાં જમીન ગુમાવનાર ખેડૂતોને વળતર મુદ્દે અન્યાય થતા ખેડૂતો નારાજ

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
વડોદરામાં જમીન ગુમાવનાર ખેડૂતોને વળતર મુદ્દે અન્યાય થતા ખેડૂતો નારાજ 1 - image


- તારીખ 10મીએ વડોદરા નજીક બિલ ગામે વડોદરા જિલ્લાના ખેડૂતો એકત્રિત થઈ આંદોલનનું રણશિંગું ફુંકશે

- વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે અને રેલ્વે ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોને ફટકો 

વડોદરા,તા.09 માર્ચ 2024,શનિવાર

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે તેમજ રેલ્વે ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોને આરબીટ્રેશનમાં થયેલ અન્યાય સામે ન્યાય મેળવવા વડોદરાના બીલ ગામે ખેડૂતોની મીટીંગ મળવાની છે અને તેમાં આંદોલનનું રણશિંગુ ફૂંકવામા આવશે. તેમ એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના મુખ્ય સંચાલક જણાવે છે.

વડોદરા જીલ્લામાં રેલ્વે ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર અને વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને ખુબ ઓછુ વળતર મળવાના કારણે ખેડૂતોએ આરબીટ્રેસન માં વધુ વળતર મેળવવા માટે કેસો દાખલ કર્યા હતા. જેથી સરકાર દ્વારા આરબીટ્રેટરની નિમણુક  ધ્વારા કરવામાં આવી હતી ,તેમ જણાવતા વિચાર મંચ કહે છે કે આના લીધે ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી. બીજી બાજુ વડોદરા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને સુરત નવસારી અને વલસાડના ખેડૂતોની સરખામણીમાં ફટકો પડ્યો છે. સુરત-વલસાડ-નવસારીના ખેડૂતોને પ્રતિ ચો.મી. રૂા.700, 800, 900, 1040 નો આરબીટ્રેટર દ્વારા ઓર્ડર થતા વળતર ચુકવેલ છે. જો આને આટલું વળતર મળતું હોય તો પછી  વડોદરા અને ભરૂચના ખેડૂતો કે જેઓએ વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ-વેમાં જમીન ગુમાવી છે. તેઓને સુરતના ખેડૂતોને વળતર આપવા માટે જે નીતિ અપનાવી છે તેનો અમલ શા માટે થતો નથી એ સવાલ વિચાર મંચે કર્યો છે અને કહે છે કે સુરતની નીતિ મુજબ વળતર ચુકવવાના બદલે પ્રતિ ચો.મી. ભરૂચ અને વડોદરા માટે પ્રતિ ચો.મી. રૂા.50/- અને 100/- નો વધારો કરેલ છે.

રેલ્વે ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરમાં આણંદ જીલ્લાના ખેડૂતોને સરકારી જમીનની જંત્રી પ્રમાણે વળતર ચુકવવાનો આરબીટ્રેટરે ઓર્ડર કરેલ છે અને તે પ્રમાણે વળતર ચુકવવા વડોદરા જીલ્લાના ખેડૂતોએ આરબીટ્રેટર સમક્ષ પુરાવા મૂકીને રજુઆત કરી હોવા છતાં, કોઈપણ પ્રકારનુ વળતર ચુકવ્યા વગર કેસ કાઢી નાંખેલ છે જેથી ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. આવું બધું થતા તેના વિરોધમાં આંદોલનની રણનીતી નકકી કરવા બીલ મુકામે તા.10ના રોજ બપોરે 2 વાગે વ્રજવાટીકા, બીલ રોડ ઉપર જીલ્લાના ખેડૂત આગેવાનો ભેગા થઈ આંદોલન જાહેર કરશે.


Google NewsGoogle News