mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કલોલની ફેક્ટરીમાં કામદારનું મોત થતા પરિવારજનો હોબાળો

Updated: Jun 14th, 2024

કલોલની ફેક્ટરીમાં કામદારનું મોત થતા પરિવારજનો હોબાળો 1 - image


ધીરજ એન્જિનિયરિંગ વર્ક કંપનીમાં બનેલી ઘટના

મૃતકના પરિવારજનો કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી 

કલોલ :  કલોલ જીઆઇડીસીમાં આવેલ ધીરજ એન્જિનિયરિંગ વર્ક નામની કંપનીમાં કામ કરતા કામદારનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું બનાવને પગલે પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો યુવક ને કલોલ ની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં દોડી આવેલા પરિવારજનોએ કંપની સામે ગંભીર આક્ષેપો કરી ભારે હોબાળો કર્યો હતો અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ જીઆઇડીસી માં આવેલા ધીરજ એન્જિનિયરિંગ વર્ક નામની કંપનીમાં કામ કરતો કામદાર કરણભાઈ અર્જુનભાઈ સલાટ ઉંમર વર્ષ ૨૮ નિત્યક્રમ મુજબ કામ કરતો હતો ત્યારે તેને કરંટ લાગ્યો હતો જેથી તેને કલોલની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો બનાવની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી જેના પગલે તેના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને ભારે કલ્પાંત કરી મૂક્યું હતું? ચાર દીકરીઓના  પિતાના મોતથી પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો અને પરિવાર નોંધારો બન્યો હતો પરિવારજનોએ કંપની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા તેમજ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આક્રોશભેર માંગણી કરી હતી બનાવાની પોલીસે જરૃરી નોંધ કરીને તપાસ ચલાવી છે.  

Gujarat