Get The App

નકલી પોલીસે ધમકી આપી દિલ્હી પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી તમારા સ્પામાં રેડ કરવા આવ્યા છીએ

સ્પાના માલિકને શંકા જતા અસલી પોલીસને જાણ કરતા ભાંડો ફૂટયો : ત્રણની ધરપકડ

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
નકલી  પોલીસે ધમકી આપી   દિલ્હી પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી તમારા સ્પામાં રેડ કરવા આવ્યા છીએ 1 - image

વડોદરા,દિલ્હી પોલીસ ખાતામાંથી આવ્યા છે, તમારા સ્પામાં રેડ કરવાની છે. તેવું કહીને આવેલા ત્રણ નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતલપુર વિસ્તારમાં એમરલેન્ડ વન કોમ્પલેક્સમાં રહેતા મેહુલ યોગેશભાઇ પરમાર એમરલેન્ડ વનમાં આવેલા તર્કીશ સ્પામાં મેનેજર તરીકે નોકરી કરે છે. અકોટા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે  હું નોકરી પર  હતો. તે દરમિયાન સાંજે સાત વાગ્યે અમારા સ્પામાં ત્રણ વ્યક્તિઓ આવ્યા હતા. તેમણે દિલ્હી પોલીસના કર્મચારી તરીકે પોતાની ઓળખ આપી  મારી ઓળખ પૂછી સ્પાના માલિક વિશે પૂછ્યું હતું. રેડ કરવા આવ્યા હોવાનું જણાવી તેઓએ સ્પામાં શોધખોળ ચાલુ કરી હતી અને રજિસ્ટરો ચેક કરવા લાગ્યા હતા. સ્પામાં કામ કરતી મહિલાઓના નામ, સરનારમા પૂછવા લાગ્યા હતા. સ્પામાં માલિશના પ્રોડક્ટ ચેક કરવા લાગ્યા હતા. મારા ફોન પરથી સ્પાના માલિક પૃથ્વીરાજ રાણાને કોલ કરીને સ્પા પર આવવા જણાવી ધમકી આપી હતી કે, તમે નહીં આવો તો ટીમને બોલાવી કેસ કરી દઇશું. 

જેથી, સ્પાના માલિક પૃથ્વીરાજ રાણાને શંકા જતા તેમણે અસલી પોલીસને ઉપરોક્ત હકીકત જણાવાતા અસલી પોલીસ થોડા સમયમાં આવી ગઇ હતી. તેમણે ઉપરોક્ત ત્રણેય લોકોના નામ પૂછતા (૧) અનિલ મનુભાઇ રાવળ ( રહે.મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, આર.સી.દત્ત રોડ) (૨) શાકીર કાદરભાઇ મણીયાર ( રહે.અલીફ નગર, તાંદલજા) તથા (૩) જતીન હર્ષદભાઇ માસ્તર ( રહે. કૃષ્ણનગર સોસાયટી, ગોરવા) હોવાનું જાણવા મળ્યું હતું. તેઓની પાસે દિલ્હી  પોલીસ હોવાના  પુરાવા માંગતા તેઓ પાસે કોઇ પુરાવા નહતા. જેથી, અકોટા પોલીસ ત્રણેયને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. 


એક આરોપી પીસીઆર વાનમાં દારૃ પીતા પકડાયો હતો

 વડોદરા,દિલ્હી પોલીસની ખોટી ઓળખ આપી જેતલપુર રોડ પર આવેલા સ્પામાં રેડ પાડવા આવેલા ત્રણ આરોપીને અકોટા પોલીસે ઝડપી પાડયા છે. પકડાયેલા આરોપીઓ  પૈકી શાકીર મણીયાર થોડા દિવસ પહેલા પીસીઆર વાનમાં પોલીસ જવાન સાથે વિદેશી દારૃ પીતા પકડાયો હતો.  જ્યારે જતીન માસ્તર અગાઉ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં  ઝડપાયો હતો  અને જામીન પર છૂટયા  પછી તેણે ફરીથી ગુનાઇત પ્રવૃત્તિ શરૃ કરી દીધી હતી.


Google NewsGoogle News