Get The App

કોર્પોરેશનના કર્મચારીઓ પશુઓને ઉઠાવી જતા ભરવાડો વચ્ચે લાકડી ઉછળી :14 વિરુદ્ધ સામસામે ફરિયાદ

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
કોર્પોરેશનના કર્મચારીઓ પશુઓને ઉઠાવી જતા ભરવાડો વચ્ચે લાકડી ઉછળી :14 વિરુદ્ધ સામસામે ફરિયાદ 1 - image

Image: Facebook

વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં આવેલા નરસિંહપુરા ગામે બે ભરવાડોના જૂથના પશુઓ ચરી રહ્યા હતા ત્યારે એક ભરવાડના પશુઓ કોર્પોરેશનના કર્મચારીઓ પકડી જવાના મુદ્દે તકરાર થઈ હતી. જેમાં લાકડીઓ અને ગેસની પીવીસીની પાઇપ વડે હુમલો થતાં 14 વ્યક્તિ વિરુદ્ધ સામ સામે ફરિયાદ નોંધાઈ હતી.

મળતી વિગત મુજબ શહેરના ન્યુ વીઆઈપી રોડ પર સાઈદીપ નગર પાસે આવેલા નરસિંહપુરા ગામના કમલેશ લઘરા ભરવાડે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે હરણી વિસ્તારના નરસિંહપુરા ગામના નાકા પાસે આવેલા કૈલાસ મોટર ગેરેજ પાસે ગત બપોરે 2:00 વાગ્યે તેમના પશુ ચરી રહ્યા હતા. દરમિયાન અલ્પેશ અને મયુર ભરવાડના પશુ પણ ત્યાં ચરતા હતા. દરમિયાન કોર્પોરેશનના કર્મચારીઓ આવતા પોતાની ગાયોને અલ્પેશ અને મયુર ભગાડી ગયા હતા. જ્યારે કમલેશની ભેંસોને પકડી ગયા હતા. આ અંગે કમલેશ ના ભત્રીજા રવિ અમરભાઈએ બંને ભરવાડને કહ્યું હતું કે તમારા કારણે અમારી ભેંસો કોર્પોરેશનના કર્મચારી પકડી ગયા છે. આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો તેથી ઉશ્કેરાઈને અલ્પેશ અને મયુરે મારામારી કરી હતી. દરમિયાન અલ્પેશ અને મયુરની મદદે જેસિંગ, ભોપા, ભરત અને ગૌતમ આવી ગયા હતા. આ 6 ભરવાડી ભેગા મળી છ જણાએ લાકડી અને ગેસની પીયુસી પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં કમલેશ ઉપરાંત તેના ભત્રીજા રવિને પણ ઈજા થઈ હતી.

આ બનાવમાં વળતી ફરિયાદ ખોડિયાર નગર ચાર રસ્તા પાસે સંતોષીનગરમાં રહેતા જેસીંગ ઉર્ફે જહા ખોડા ભરવાડે નોંધાવી હતી. તેમણે કહ્યું હતું કે તારાપુર ખાતે મારા લગ્નમાં જવાનું હતું એટલે હું ઘરેથી સામે આવેલી વાળા ની દુકાને દાઢી કરાવતો હતો ત્યારે મારા દીકરા મયુરનો ફોન આવ્યો હતો કે અલ્પેશને નરસિંહપુરાના કે રહેતા અમર લઘરા ભરવાડ, મહેશ વજુ ભરવાડ અને વજુ ગોવિંદ ભરવાડે માર માર્યો છે. એટલે હું ત્યાં ગયો ત્યારે મારા દીકરાને મારી પત્ની ત્યાં હતા અને મેં કમલેશને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે અમિત સહિતના લોકોએ અમારા પર લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલા નું કારણ કોર્પોરેશનમાં કમલેશની ભેંસો પકડાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

બંને પક્ષના મળી આરોપીઓના નામ 

1 અલ્પેશ વિનુ ભરવાડ 

2 મયુર જેસીંગ ભરવાડ

3 જેસીંગ ખોડા ભરવાડ 

4 ભોપા ખોડા ભરવાડ 

5 ભરત અજા ભરવાડ 

6 ગૌતમ વિનુ ભરવાડ 

તમામ રહે સંતોષીનગર તળાવ પાસે

વળતી ફરિયાદના આરોપી 

1 કમલેશ લઘરા ભરવાડ

2 અમિત હામાં ભરવાડ

3 અમર લઘરા ભરવાડ

4 વજુ ગોવિંદ ભરવાડ

5 મહેશ વજુ ભરવાડ

6 રવિ હામાં ભરવાડ 

7 લાખા મેપા ભરવાડ 

8 નગા મેપા ભરવાડ


Google NewsGoogle News