વડોદરામાં ટીવીએસ સર્વિસ સેન્ટરના મેનેજર દ્વારા રૂ.3.56 લાખની ઉચાપત

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ટીવીએસ સર્વિસ સેન્ટરના મેનેજર દ્વારા રૂ.3.56 લાખની ઉચાપત 1 - image


Vadodara News : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી ટી.વી.એસ કંપનીના સિંધવાઈ માતા રોડ ઉપર આવેલા સર્વિસ સેન્ટરના મેનેજર દ્વારા સર્વિસના અને ગાડીમાં નાખેલા સામાનના મળી 3,56,831ની ઉચાપત કરી કંપની સાથે છેતરપિંડી આચરી હતી. શોરૂમના મેનેજર દ્વારા ઠગ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વાઘોડિયા રોડ પર બાપો જકાતનાકા પાસે પુષ્ટિ પ્રભા સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ દીપકભાઈ ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હું માંજલપુર વિસ્તારમાં તુલસીધામ રોડ પર યુએન્ડવી ટી.વી.એસ કંપનીનો ટુ વ્હીલરનો મુખ્ય શો-રૂમ ઓફીસમાં પાંચ વર્ષથી જનરલ મેનેજર તરીકે નોકરી કરું છું. અમારી બે બ્રાન્ચ છે જેમાંથી પ્રથમ બ્રાંચ પ્રતાપનગર રોડ, અપ્સરાં સીનેમાની સામે તથા બીજી બ્રાંચ સિંધવાઈ માતા રોડ, માંજલપુર ખાતે આવેલી છે. જ્યાં ફકત ટુ વ્હીલર સર્વીસનું કામ થાય છે. ગઇ તા.01/08/2023 થી તા.09/03/2024 સુધીમાં સિંધવાઇમાતા રોડ ખાતે આવેલા સર્વિસ સેન્ટરના મેનેજર ભાવીક પ્રવિણચંન્દ્ર ગ્રાહ (રહે.શાંતીકુંજ સોસાયટી-02, દિપ ચેમ્બર રોડ, માંજલપુર, વડોદરા )એ અમારી કંપનીમાં સર્વિસ કરાવવા આવતા કસ્ટમરોના સર્વીસ કરી ટુ-વ્હીલર ગાડીના બિલના નાણાની રકમ અમારી ટી.વી.એસ. કંપનીના સર્વિસ સેન્ટરના એકાઉન્ટમાં જમા ન કરવી મેનેજરના પદનો દુરઉપયોગ કરી અંદાજીત રૂ.1,58,271ની ઉપાચત કરી હતી. ઉપરાંત અમારા સર્વીસ સેન્ટર ઉપર આવતા કસ્ટમરોના પર્સનલ મોબાઈલ નંબરો મેળવીને કસ્ટમરોને તેઓના પર્સનલ મોબાઇલથી ફોન કરી કસ્ટમરને વિશ્વાસમાં લઇને અમારી  ટી.વી.એસ. કંપનીના નામે ટુ-વ્હીલર ગાડી સર્વિસ તેમજ ગાડીમાં નવા સ્પેરપાર્ટ નાંખવાના બહાને કસ્ટમરો પાસેથી પોતાના પર્સનલ એકાઉન્ટમાં આશરે કુલ રૂ.1,98,600 નાણા મેળવી લઈ અમારી કંપની સાથે રૂપીયા 3,56,831ની છેતરપિંડી કરી છે.


Google NewsGoogle News