વૈષ્ણવાચાર્ય ધ્રુમિલકુમારજી અને મુંબઇના વૈષ્ણવ અગ્રણી સામે મથુરામાં ખંડણીની ફરિયાદ

ઇન્દિરાબેટીજી ટ્રસ્ટની જમીન ગેરકાયદે મથુરાના ભુમાફિયાઓને વેચવાનું સમા શાહનું ષડયંત્ર હોવાનો આક્ષેપ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
વૈષ્ણવાચાર્ય ધ્રુમિલકુમારજી અને મુંબઇના વૈષ્ણવ અગ્રણી સામે મથુરામાં ખંડણીની ફરિયાદ 1 - image
વ્રજધામ હવેલી- માંજલપુર, વડોદરા

વડોદરા : વ્રજધામ હવેલીના સ્વ.ઇન્દિરા બેટીજી રચિત ટ્રસ્ટની મથુરા ખાતે આવેલી કરોડોની જમીનનો વિવાદ પુનઃ સળગ્યો છે. મથુરા ખાતેની જમીનની સંભાળ રાખતા વ્યક્તિએ વડોદરાના વૈષ્ણવાચાર્ય અને મુંબઇના વૈષ્ણવ અગ્રણી સામે મથુરા પોલીસ સ્ટેશનમાં ખંડણીની  ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

મથુરા સદર બજાર સ્થિત દામોદરપૂરામાં રહેતા રામવરૃણ જ્યોતિરામે ૨૨ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મથુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ઇન્દિરા બેટીજી વલ્લભ સેવા ટ્રસ્ટ (સફદરગંજ એકન્લેવ- નવી દિલ્હી)ના મુખ્ય ટ્રસ્ટી સમા પિયુષ શાહ ે(રહે.સુન્દરમ સોસાયટી, વ્રજધામ મંદિર પાછળ, માંજલપુર - વડોદરા)  મને મથુરા ખાતે આવેલી ટ્રસ્ટની જમીન વલ્લભધામ ભૂમિ અને આન્યોર ગોવર્ધન સ્થિત ભૂમિની સંભાળ રાખવાની જવાબદારી સોંપી છે. 

મથુરામાં કરોડો રૃપિયાની જમીનનો મામલો : વડોદરામાં રહેતા જમીનના મુખ્ય ટ્રસ્ટી સમા શાહ પાસેથી રૃ.10 કરોડ અપાવવા ધમકી આપી માર માર્યો હોવાનો જમીન રખેવાળનો આક્ષેપ

દરમિયાન ગત તા.૨૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ હું મથુરાથી ગોવર્ધન જતો હતો ત્યારે મને રાજેશ મદનલાલા રાઠી (રહે. મુંબઇ)અને બે અજાણ્યા લોકોએ રસ્તામાં રોકીને ધમકી આપી હતી કે જમીનનો કબજો અમને સોંપી દે અથવા તો સમા પાસેથી ૧૦ કરોડ રૃપિયા અપાવી દે નહી તો તુ જે જમીનનો વહિવટ કરે છે તેમાં જ દાટી દઇશુ. આમ કહીને મને મારવા લાગ્યા હતા. જે બાદ ૩ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ હું પરીક્રમ્મા માર્ગ પર જતો હતો ત્યારે રસ્તામાં રોકીને ધુ્રમિલકુમાર ગોસ્વામી (રહે. ગોવર્ધનનાથજીની હવેલી, કારેલીબાગ-વડોદરા) અને બે અજાણ્યા માણસોએ મને રોકીને સમા શાહ પાસેથી ૧૦ કરોડ અપાવવા ધમકી આપીને માર માર્યો હતો. ફરીથી ૧૫ ઓક્ટોબરના રોજ પણ ગોવર્ધન અડીગ માર્ગ પર પણ મને બે અજાણ્યા લોકોએ રોકીને ધમકી આપી હતી. 

ઇન્દિરાબેટીજી ટ્રસ્ટની જમીન ગેરકાયદે મથુરાના ભુમાફિયાઓને વેચવાનું સમા શાહનું ષડયંત્ર હોવાનો આક્ષેપ

રાજેશ રાઠીએ સમા શાહ સામે કરેલી ફરિયાદને દબાવી દેવા વોચમેન દ્વારા ખોટા આક્ષેપો સાથે ફરિયાદ કરાઇ


ખંડણીની ફરિયાદ સંદર્ભે રાજેશ મદનલાલ રાઠીના પી.એ. નિતીન ચૌહાણનું કહેવું છે કે 'રાજેશ રાઠી અને ધુ્રમિલકુમારજી સામેની ફરિયાદ સદંતર ખોટી અને પાયાવગરની છે.'  નિતીન ચૌહાણે આક્ષેપો પણ કર્યા છે કે 'હકિકતે સમા શાહ અને સેજલ દેસાઇએ ઇન્દિરા બેટીજીની કરોડોની સંપત્તિનો ગેરકાનુની રીતે વૃંદાવનના જમીન માફિયાઓ સાથે બે કરોડ રૃપિયામા સોદો કર્યો છે. એક  જમીન બે અલગ અલગ લોકોને વેચાણ કરી છે. જે સંદર્ભે રાજેશ રાઠીએ મથુરાના એસ.પી.ને ફરિયાદ કરી છે. રાજેશ રાઠીના અવાજને દબાવી દેવા માટે સમાએ તેના મળતીયા એવા જમીનની દેખરેખ રાખતા ગરબી વોચમેનને હાથો બનાવીને ખોટી ફરિયાદ કરાવી છે પરંતુ નજીકના ભવિષ્યમાં સત્ય સામે આવી જશે પૂજ્ય ઇન્દિરાબેટીજીના નજીકના અને વરિષ્ઠ ટ્રસ્ટી શર્મિષ્ઠાબેને પણ વૃંદાવનની જમીન સમા અને સેજલ દ્વારા ગેરકાયદે વેચાણના કૃત્ય સામે નારાજગી વ્યક્ત કરી છે અને જાહેરમાં વિરોધ કર્યો છે'


Google NewsGoogle News