Get The App

વડોદરાની ૫૦૦ ઉપરાંત સ્કૂલોમાં આજથી પરીક્ષાનો પ્રારંભ થશે

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
વડોદરાની ૫૦૦ ઉપરાંત સ્કૂલોમાં આજથી પરીક્ષાનો પ્રારંભ થશે 1 - image

વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લાની ૫૦૦ કરતા વધારે સ્કૂલોમાં આવતીકાલ, સોમવારથી પહેલી કસોટીનો પ્રારંભ થશે.નવરાત્રીના પર્વ બાદ લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે.

મળતી વિગતો પ્રમાણે ધો.૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.આ વખતે ધો.૯ થી ૧૨માં બદલાયેલી પેપર સ્ટાઈલ સાથે પરીક્ષા લેવાશે.આ વર્ષથી પેપરમાં ઓબજેક્ટિવ એટલે કે હેતુ લક્ષી પ્રશ્નો ૨૦ ટકાની જગ્યાએ ૩૦ ટકા રહેશે.ધો.૧૨ના વિદ્યાર્થીઓના પેપરમાં ૭૦ માર્કના લાંબા પ્રશ્નો અને ૩૦ માર્કના હેતુ લક્ષી પ્રશ્નો પૂછાશે.ધો.૧૦ના વિદ્યાર્થીઓના ૮૦ માર્કના પેપરમાં હવે ૨૪ માર્કના પ્રશ્નો હેતુ લક્ષી રહેશે.

મળતી વિગતો પ્રમાણે મોટાભાગી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં ધો.૧ થી ૮ની પરીક્ષાનો પ્રારંભ પણ આવતીકાલ, સોમવારથી જ થશે.જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૩૦ જેટલી પ્રાથમિક સ્કૂલોની પરીક્ષાઓ તા.૧૭ ઓકટોબરથી શરુ થશે.એમ.એસ.યુનિવર્સિટીમાં પણ કોમર્સ સહિતની વિવિધ ફેકલ્ટીઓમાં આવતીકાલથી ઈન્ટરનલ પરીક્ષાઓનો પ્રારંભ થશે.

પરીક્ષાઓ બાદ તા.૨૮ ઓકટોબરથી સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના  દિવાળી વેકેશનનો  પ્રારંભ થશે.



Google NewsGoogle News