વડોદરાના ઉંડેરામાં આગેવાનોને આરતી માટે લાવતા ભાજપ કાર્યકર ઉપર પૂર્વ હોદ્દેદારનો હુમલો

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
વડોદરાના ઉંડેરામાં આગેવાનોને આરતી માટે લાવતા ભાજપ કાર્યકર ઉપર પૂર્વ હોદ્દેદારનો હુમલો 1 - image

વડોદરા,તા.30 સપ્ટેમ્બર 2023,શનિવાર

વડોદરાના ઉંડેરા વિસ્તારમાં ભાજપના યુવા કાર્યકર ઉપર તાલુકા પંચાયતના પૂર્વ હોદ્દેદારે હુમલો કર્યાનો બનાવ બનતા પોલીસે પૂર્વ હોદ્દેદારની અટકાયત કરી છે.

વડોદરાના ઉંડેરા વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર નવમાં યુવા ભાજપના મહામંત્રી તરીકે કાર્યભાર સંભાળતા મેહુલ સોલંકીએ પોલીસને કહ્યું છે કે, હું મારા વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે ઊંડેરાના પૂર્વ સરપંચના પતિ અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય તેજસ ઉર્ફે તેજા પટેલે મને રોકી તને બહુ ચરબી ચડી ગઈ છે તેમ કહી લાફા માર્યા હતા.

યુવકે વાતચીતમાં કહ્યું હતું કે, ગણપતિ ઉત્સવ દરમિયાન હું કાઉન્સિલર અને ધારાસભ્ય સહિતના આગેવાનોને આરતી માટે બોલાવતો હોવાથી તેની અદાવત રાખીને તેજાભાઈએ મારા ઉપર હુમલો કર્યો હતો. જવાહર નગર પોલીસે આ બનાવ અંગે ગુનો નોધી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યની અટકાયત કરી છે.


Google NewsGoogle News