ફરીથી ફ્રેન્ડશિપનો ઇનકાર કરનાર એક્સ બોયફ્રેન્ડે ન્યૂડ ફોટા-વીડિયાે વાયરલ કરી દીધા
વડોદરાઃ શહેરની એક મહિલાના ન્યૂડ ફોટો-વીડિયો વાયરલ કરનાર એક્સ બોય ફ્રેન્ડથી કંટાળીને તેણે સાયબર સેલને ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાએ કહ્યું છે કે,આઠ વર્ષ પહેલાં નજીકના વિસ્તારમાં રહેતા એક યુવક સાથે મારે મિત્રતા હતી.તે વખતે તેણે મારા ન્યૂડ ફોટા અને વીડિયો વોટ્સએપ પર મને મોકલ્યા હતા.ત્યાર બાદ તે મકાન ખાલી કરીને બીજે ચાલ્યો ગયો હતો.
એક વર્ષ પહેલાં તે ફરીથી મળ્યો હતો અને ફ્રેન્ડશિપ માટે આગ્રહ કરતાં મેં ઇનકાર કરી મારાથી દૂર રહેવા કહ્યું હતું.ત્યારબાદ મારા એક સબંધીના વોટ્સએપ તેમજ ઇન્સ્ટ્રાગ્રામ પર મારા ન્યૂડ ફોટા અને વીડિયો મૂકાયા હોવાની મને જાણ થઇ હતી.જેથી મારા એક્સ બોયફ્રેન્ડ પાસે જે ફોટા અને વીડિયો હતા તે જ ફોટા અને વીડિયો વાયરલ થયા હતા.જેથી સાયબર સેલના પીઆઇ બીરેન પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.