Get The App

પૂર્વ પ્રેમીએ સ્ટાફ નર્સની છેડતી કરીને હુમલાનો પ્રયાસ કર્યો : પોલીસ ફરિયાદ

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
પૂર્વ પ્રેમીએ સ્ટાફ નર્સની છેડતી કરીને હુમલાનો પ્રયાસ કર્યો :  પોલીસ ફરિયાદ 1 - image


ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં

એકલતાનો લાભ લઇને વોર્ડમાં મોડી રાત્રે ઘૂસી ગયોઃચપ્પુ કાઢતા નર્સ દોડીને બહાર આવી ગઇ,હોબાળો મચ્યો

ગાંધીનગર :  ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે રાત્રે નર્સની એકલતાનો લાભ લઇને પૂર્વ પ્રેમીએ વોર્ડમાં ઘૂસી ગયો હતો અને તેણીની છેડછાડ કરતા હોબાળો મચી ગયો હતો. જેના પગલે ચપ્પુ કાઢીને આ નર્સ ઉપર હૂમલો કરે તે પહેલા જ નર્સ બહાર આવી ગઇ હતી જેના પગલે આ યુવાન ત્યાંથી નાસી છુટયો હતો. જે સંદર્ભે સેક્ટર-૭ પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા દોડધામ શરૃ કરી હતી.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સને થોડા વર્ષો અગાઉ અમદાવાદના યુવાન સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા જો કે , ધીરે ધીરે આ યુવાનોની હરકતોનો નર્સને ખ્યાલ આવી જતા તેની સાથે થોડા મહિનાઓથી સંબંધો તોડી નાંખ્યા હતા. જો કે, આ પૂર્વ પ્રેમી નર્સને હેરાન કરવામાં કંઇ બાકી રાખતો ન હતો છેવટે કંટાળીને નર્સે પોલીસમાં અરજી પણ આપી હતી અને ત્યાર બાદ સમાધાન પણ થઇ ગયું હતું. ત્યારે ગત સોમવારની રાત્રે આ સ્ટાફનર્સ વોર્ડમાં નાઇટ ડયુટી પર હતી તે દરમ્યાન તેનો પૂર્વ પ્રેમી અચાનક જ તેના રૃમમાં ઘુસી ગયો હતો અને તે મારી વિરૃધ્ધ પોલીસમાં અરજી કેમ આપી છે તેમ કહી ને લાફો મારી દિધો હતો. એટલુ જ નહીં, તેનું મોં દબાવીને શારીરિક છેડછાડ પણ શરૃ કરી હતી. જેના પગલે નર્સે પ્રતિકાર કરતા આ યુવાન દ્વારા ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને હૂમલાનો પ્રયાસ કરાયો હતો. જો કે, સમયસૂચકતા દાખવીને નર્સ વોર્ડમાંથી બહાર દોડી ગઇ હતી અને બુમાબુમ કરી દીધી હતી. આ દરમ્યાન અસારવાનો આ યુવાન ધવલસિંહ દશરથસિંહ વાઘેલા ત્યાંથી નાસી છુટયો હતો જે અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News