મતદાન જાગૃતિ માટે વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ નિદર્શન વાન ભ્રમણ કરશે

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
મતદાન જાગૃતિ માટે વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ નિદર્શન વાન ભ્રમણ કરશે 1 - image


- વડોદરામાં નાયબ મામલતદારોની બદલી બાદ લોકસભાની ચૂંટણીલક્ષી કામગીરી માટે 18 નોડલ અધિકારીઓની નિયુક્તિ

વડોદરા,તા.17 જાન્યુઆરી 2024,બુધવાર

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લે અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અંગે જાગૃતિ પ્રસરે એ માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બે રથ શહેર અને જિલ્લામાં પરિભ્રમણ કરશે. આ બન્ને રથોને જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. 

લોકસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય એ માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. એ જ સંદર્ભ બે દિવસ પૂર્વે કલેક્ટર તંત્રમાં વિવિધ પદો ઉપર ફરજ બજાવતા નાયબ મામતલતદારો, કારકૂનોની બદલી કરી ચૂંટણી અંગેની ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ કામગીરી માટે 18 નોડેલ અધિકારીઓની પણ નિયુક્તિ કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા કામગીરી પણ સતત ચાલી રહી છે. 

મતદાન જાગૃતિ માટે વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ નિદર્શન વાન ભ્રમણ કરશે 2 - image

વહીવટી તંત્રની તૈયારીઓ સાથે મતદારો પણ જાગૃત થાય એ માટે પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરે ઇવીએમ લાઇવ ડેમોન્ટ્રેશન તથા ઓડિઓ વિઝ્યુઅલ વ્યવસ્થાથી સજ્જ એલઇડી વાનને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, આ વાન વડોદરા શહેરના પાંચ તથા જિલ્લાના પાંચ મળી કુલ 10 વિધાનસભા મત વિસ્તારોમાં આવેલા મતદાન મથકોએ જઇને મતદારોને જાગૃત કરવાની કામગીરી કરશે. આ વાનની સાથે ઝોનલ અધિકારીઓ પણ જોડાશે. આ વાન થકી મહત્તમ મતદાન થાય એ પ્રચારપ્રસાર ઉપરાંત ઇવીએમ થકી કેવી રીતે મતદાન કરવું ? તેનું નિદર્શન પણ કરશે.


Google NewsGoogle News