Get The App

બુલેટ ટ્રેન કોરિડોરના ગુજરાતના ૮ સ્ટેશનો ઉપર ૪૨ એસ્કેલેટર મૂકાશે

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
બુલેટ ટ્રેન કોરિડોરના ગુજરાતના ૮ સ્ટેશનો ઉપર ૪૨ એસ્કેલેટર મૂકાશે 1 - image

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન કોરિડોરનુ કામ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે.તેની સાથે સાથે આ કોરિડોર પરના ૧૨ સ્ટેશનોના બાંધકામની કામગીરી પણ ચાલી રહી છે.

આ ૧૨ સ્ટેશનો તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે.જ્યાં ટિકિટિંગ, વેઈટિંગ લોન્જ, બિઝનેસ ક્લાસ લોન્જ, બાળકો માટે નર્સરી, ઈન્ફર્મેશન કાઉન્ટર અને બીજી અદ્યતન સુવિધાઓ હશે.ઉપરાંત મુસાફરોને સ્ટેશન પર અવર જવર કરવા માટે ૧૨ સ્ટેશનો પર ૯૦ એસ્કેલટર બનાવવામાં આવશે.આ પૈકી ગુજરાતમાં આવતા ૮ સ્ટેશનો પર ૪૨ એસ્કેલેટર બનશે.જ્યારે મહારાષ્ટ્રમાં આવતા ચાર સ્ટેશનો પર ૪૨ એસ્કેલેટરની સુવિધા ઉભી કરાશે.

મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એસ્કલેટરમાં ઈમરજન્સી સ્ટોપ બટન, આંગળીઓ ફસાઈ ના જાય તે માટે હેન્ડરેઈલ ફિંગર ગાર્ડ સેફટી ઈક્વિપમેન્ટ, ચઢતી અને ઉતરતી વખતે મુસાફરોના કપડા ફસાઈ ના જાય તે માટે ડ્રેસ ગાર્ડ પણ ફિટ કરવામાં આવશે.

ગુજરાતના આઠ સ્ટેશનો પૈકી આણંદના સ્ટેશન પર પહેલુ એસ્કેલેટર લગાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.ગુજરાતના બીજા સ્ટેશનોની વાત કરવામાં આવે તો સાબરમતી સ્ટેશન પર ૧૨, અમદાવાદ સ્ટેશન પર આઠ, વડોદરા સ્ટેશન પર ચાર, આણંદ સ્ટેશન પર ૬, ભરુચ સ્ટેશન પર ૪, સુરત સ્ટેશન પર ૬, બિલિમોરા સ્ટેશન પર ૪ અને વાપી સ્ટેશન પર ચાર એસ્કેલટર મૂકવામાં આવનાર છે.


Google NewsGoogle News