વડોદરા પર હવે રોગચાળાનું જોખમ, હેલ્થ વર્કર્સની 87 ટીમો કાર્યરત, 200 ટીમો દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સની કામગીરી શરૂ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
વડોદરા પર હવે રોગચાળાનું જોખમ, હેલ્થ વર્કર્સની 87 ટીમો કાર્યરત, 200 ટીમો દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સની કામગીરી શરૂ 1 - image


Vadodara Flooding : વડોદરા શહેર અને જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરના પાણી ઓસરી રહ્યા છે અને તે સાથે જ ચારે તરફ ગંદકીનુ સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે ત્યારે લોકો પર હવે રોગચાળાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા 20 અને વડોદરા મહાનગરપાલિકાની 67 ટીમ સહિત કુલ 87 ટીમો આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે. આ ઉપરાંત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ માટે 200 ટીમ કાર્યરત છે. 

અત્યાર સુધીમાં આ ટીમો દ્વારા 48,500 ઘરોની તપાસ કરવામાં આવી છે. 10 હજાર ઉપરાંત ઘરોમાં ફોગીંગ, 30 હજારથી વધારે ક્લોરીનની ગોળીનું વિતરણ તેમજ 6500 થી વધારે ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવા સહિત 719 લોહીના નમૂના લેવામાં આવ્યા છે. 

આ સાથે જ આશ્રયસ્થાનોમાં આશરો લીધેલા 10 હજાર ઉપરાંત નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવા સાથે 16,153 ક્લોરીન ગોળી અને 4838 ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News