Get The App

દહેગામના ચેખલાપગીમાં પણ પાણીજન્ય કોલેરાનો રોગચાળો

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
દહેગામના ચેખલાપગીમાં પણ પાણીજન્ય કોલેરાનો રોગચાળો 1 - image


કોર્પોરેશનના ગોકુળપુરા બાદ જિલ્લાનો ગ્રામ્યવિસ્તાર અસરગ્રસ્ત

બે ગ્રામજનો રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ૨૦થી વધુ વ્યક્તિઓને ઝાડા-ઉલ્ટીની અસરઃસઘન સર્વેલન્સ

ગાંધીનગર :  ગાંધીનગર કોર્પોરેશનના ગોકુળપુરામાં કોલેરાની સ્થિતિ માંડ કાબુમાં આવી ત્યાં દહેગામના ચેખલાપગી ગામમાં કોરેલાનો રોગચાળો ફેલાયો છે. પાણીજન્ય રોગચાળાની સ્થિતિને પગલે આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. તે વચ્ચે છેલ્લ ત્રણ દિવસમાં અહીંથી બે પોઝિટિવ કેસની સાથે ૨૦થી વધુ ઝાડા ઉલ્ટીના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર અને તાલુકાના ગામોમાં કોલેરાના કેસ વધુ પ્રકાશમાં આવી રહ્યા છે તેવી સ્થિતિમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દહેગામના ચેખલાપગી ગામમાંથી ઝાડા ઉલ્ટીના દર્દીઓ સામે આવતા તેમને સિવિલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી. જે દરમ્યાન બે દિવસ પહેલા સિવિલના તબીબે એક  દર્દીનું સેમ્પલ કોલેરાના ટેસ્ટીંગ માટે મોકલી આપ્યું હતું જે પોઝિટિવ આવ્યું હતું. ત્યાર બાદ આજે પણ વધુ એક દર્દીનો રિપોર્ટ કોલેરા પોઝિટિવ આવ્યો છે. જેના પગલે સ્થાનિક તંત્ર અને આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. જો કે, આરોગ્ય તંત્ર દ્વારા તો શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવ્યા ત્યારથી જ એટલે કે,ત્રણ દિવસથી સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હરી છે. જેમાં પણ ઝાડા ઉલ્ટીના ૨૦થી વધુ દર્દીઓ મળી આવ્યા છે.

ગામમાં ઓઆરએસના પેકેટનું વિતરણ અને ક્લોરીનની ટેબલેટનું વિતરણ કરવાની સાથે ગ્રામજનોને આ દુષિત પાણીનો પીવામાં ઉપયોગ નહી ંકરવા માટે સમજણ આપવામાં આવી રહી છે. આરોગ્ય તંત્રની સુચનાથી હાલ તો લાઇન દ્વારા જે પાણી પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને ટેન્કર મારફતે સુપર ક્લોરીનેશનવાળું પાણી આપવામાં આવી રહ્યું છે.


Google NewsGoogle News