વડોદરા,તા.2 નવેમ્બર,શુક્રવાર
બોગસ માર્કશીટ અને એલસી કૌભાંડ આચરનાર ગેંગ સાથે સંકળાયેલા વધુ બે સાગરીતોને પોલીસે ઝડપી પાડયા છે.
એમ એસ યુનિવર્સિટી,એસપી યુનિ. તેમજ શહેરની સ્કૂલો,કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓની બોગસ માર્કશીટો તેમજ એલસી બનાવી આપનાર ગેંગના મુખ્ય સૂત્રધાર મુકેશ હિરાલાલ પરમાર (રહે. અભિલાષા સોસાયટી,ન્યુ સમા રોડ),એજન્ટ ભુરિશા પટેલ (રહે.પરમ રેસિડેન્સી, અટલાદરા) અને પિનાકિન રાવલ (રહે.શુભ રેસિડેન્સી, માંજલપુર)ની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસની તપાસમાં ગ્રાહકો શોધી લાવનાર એજન્ટ તરીકે ગિરિશ તુલસીભાઇ શાહ (રહે.સનસિટિ પેરેડાઇઝ, માંજલપુર) હોવાની અને માંગ્યા મુજબના રબર સ્ટેમ્પ બનાવી આપનાર રમેશ કાળીદાસ તડવી (રહે. શ્રમજીવી સોસાયટી, ડભોઇ જકાત નાકા)ના નામ ખૂલતાં બંનેની ધરપકડ કરવામાં આવી છે.
એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એચ એમ ચૌહાણે કહ્યું હતું કે,ગિરિશ સામે વર્ષ-૨૦૦૪ અને વર્ષ-૨૦૦૯માં ભરૃચમાં અને વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચમાં બોગસ માર્કશીટ કૌભાંડના કેસો થયા હતા.જ્યારે,રમેશ તડવી સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ રબર સ્ટેમ્પનો કેસ થયો હતો.


