આઉટસોર્સથી ઈજનેરો અને સુપરવાઈઝરોની ભરતી થશે

૧૭૫ કર્મચારીઓનો વાર્ષિક પગાર ખર્ચ ૪.૧૦ કરોડ થશે

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
આઉટસોર્સથી ઈજનેરો અને સુપરવાઈઝરોની ભરતી થશે 1 - image

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ખાતામાં એડિશનલ આસિસ્ટન્ટ ઈજનેરો, સુપરવાઈઝરો વગેરે મળી ૧૭૫ને આઉટસોર્સ એજન્સીઓ પાસેથી મેળવશે. આ માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે.

સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમો વગેરેએ આઉટસોર્સથી આઉટસોર્સ એજન્સી મારફતે લેવાની નીતિ નક્કી કરી છે. સરકારે આ માટે ઠરાવ કર્યા બાદ સરકારની ઘણી કચેરીઓમાં વર્ગ ૩ અને ૪ માં સ્ટેનોગ્રાફર, ક્લાર્ક, એકાઉન્ટન્ટ, ડ્રાઈવર, ડેટા એન્ટ્રી ઓપરેટર, પટાવાળા વગેરે આઉટસોર્સ એજન્સી મારફતે મેળવવામાં આવે છે. જે મુજબ વડોદરા કોર્પોરેશન સિવિલ, મિકેનિકલ અને ઈલેકટ્રિકલ ૫૫ ઈજનેરો, ૨૦ ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ ૧૦૦ સિવિલ મિકેનિકલ અને ઈલેકટ્રિકલ ફિલ્ડ સુપરવાઈઝરો વ્યક્તિદીઠ માસિક ફિક્સ પગારથી મેળવશે. ઈજનેરોનો પગાર ૨૫ હજાર, ડેટા એન્ટ્રી ઓપરેટરોનો ૧૯૯૫૦ તથા સુપરવાઈઝરોનો ૧૬૫૦૦ રહેશે. આમ, ૧૭૫ ના સ્ટાફનો વાર્ષિક પગાર ખર્ચ ૪.૧૦ કરોડ થશે. આ સ્ટાફને લેવા માટે જાહેરાત બહાર પાડવા, શરતો નક્કી કરવા તથા જરૃરી કાયદાકીય કાર્યવાહી કરવા સમગ્ર સભાની મંજૂરી માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે.


Google NewsGoogle News