3000 ની ખરીદી પર કારનું ઇનામ આપવાના નામે 38 લાખ પડાવનાર એન્જિનિયર પકડાયો
Fraud Case in Vadodara : વડોદરામાં ઓનલાઇન ઠગાઈના એક કેસમાં 38 લાખ ગુમાવનાર વ્યક્તિની ફરિયાદને પગલે સાયબર ક્રાઇમની ટીમે ઠગાઈ કરનાર આરોપીને પાંચ વર્ષ બાદ ઝડપી પાડ્યો છે.
વડોદરાના અનિલભાઈ શાહ ઉપર ટુડે ઓનલાઇન શોપિંગના મેસેજમાં રૂ.3004 ની ખરીદી ઉપર આકર્ષક ઇનામની ઓફર હોય તેમણે રસ દાખવ્યો હતો. ઇનામમાં તેઓને કાર લાગી હોવાનો તેમને મેસેજ મળ્યો હતો.
એનામાં લાગેલી કાર લેવા જતા રૂ.38 લાખ ગુમાવનાર અનિલભાઈની ફરિયાદને પગલે વડોદરા સાયબર સેલે ઠગ ઠોળકીનું પગેરું શોધી કાઢ્યું હતું. પોલીસે આ કેસમાં હાજર નહીં રહેતા આરોપી સામે કલમ 70 નું વોરંટ પણ કઢાવ્યું હતું.
આરોપી જતીનકુમાર સત્યવીર સિંહને શોધવા માટે પોલીસની ટીમ દિલ્હી તેમજ યુપીમાં તપાસ કરી રહી હતી. જે પૈકી એક ટીમે યુપીના મેરઠ ખાતે રહેતા અને નોકરી કરતા સિવિલ એન્જિનિયર જતીનને ઝડપી પાડ્યો છે.