વડોદરામાં કેટલ એકટનું અમલીકરણ : લક્ષ્મીપુરારોડ પર છ ઢોરવાડા પર કોર્પોરેશને બલ્ડોઝર ફેરવ્યું
વડોદરા,તા.18 ડિસેમ્બર 2023,સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે આજે સુભાનપુરાથી લક્ષ્મીપુરા જવાના રસ્તે ગેરકાયદે છ ઢોરવાડા તોડવાની અને પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં થોડા સમયથી કેટલે એક્ટનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં કેટલાક વિસ્તારોમાં રખડતા ઢોરો નો ત્રાસ ઓછો થતો નથી કોર્પોરેશન દ્વારા રોજના 25 થી 30 જેટલા રખડતા ઢોરો પકડવામાં આવી રહ્યા છે જેના રખડતા ઢોર પકડાય છે તેઓ સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે તો કેટલાક કિસ્સામાં તો રખડતા ઢોરો પકડવા ગયેલી ઢોર પાર્ટીને ગૌપાલકો સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે. આજે પણ ગૌપાલ કો અને ઢોર પાર્ટીના કર્મચારીઓ વચ્ચે ઢોરવાડા તોડવાના સમયે ઉગ્ર ચાલી થઈ હતી તેમ છતાં કોર્પોરેશનની દબાણ શાખા અને ઢોર પાર્ટી એ ઢોર વાળા પર ફેરવી દીધું હતું.
આજે સુભાનપુરાથી લક્ષ્મીપુરા જવાના રસ્તા પર સુરેશ ભજીયા વાળા ની બાજુમાં સમતા નવરંગપુરા સોસાયટી ની સામે આજરોજ 6 ઢોર વાડા તોડેલ છે બે પાણી કનેક્શન કાપેલ છે જેમાં (1)રઘુભાઈ ભરવાડ (2)તોગાભાઈ ભરવાડ (3)ભરતભાઈ ભરવાડ (4) તેજાભાઈ ભરવાડ (5)અજયભાઈ ભરવાડ (6)બીજલભાઇ ભરવાડના ઢોરવાડા તોડી નાખવામાં આવ્યા હતા.