વડોદરામાં કેટલ એક્ટનો અમલ અને દબાણ હટાવો ઝુંબેશ જારી: ચાર ઢોરવાડાને નોટીસ, 700 કિલો ફૂલો સહિત ત્રણ ટ્રક માલ જપ્ત

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
વડોદરામાં કેટલ એક્ટનો અમલ અને દબાણ હટાવો ઝુંબેશ જારી: ચાર ઢોરવાડાને નોટીસ, 700 કિલો ફૂલો સહિત ત્રણ ટ્રક માલ જપ્ત 1 - image

વડોદરા,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર

વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ નિવારવા કેટલે એક્ટનો અમલ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે વધુ ચાર ઢોરવાડાના ગૌપાલકોને નોટિસ આપી છે જ્યારે દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન આજે માર્કેટ ફુલ બજાર તેમજ સોમા તળાવના વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા હતા જેમાં ત્રણ ટ્રક ભરીને માલ જપ્ત કર્યો હતો. 700 કિલો ફૂલનો જથ્થો અને બે વાહન ફુલ વેચનારના જપ્ત કર્યા હોવાનું જાણવા મળે છે.

 વાહન વ્યવહાર અને ટ્રાફિક થી ધમધમતા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં નડતરરૂપ પથારા પાથરીને ફૂલનો વેપાર ધંધો કરનારાઓના 700 કિલો જેટલા ફૂલો જ ફૂલનો જથ્થો જપ્ત કરવા સહિત એક રીક્ષા અને એક ટેમ્પો કબજે લઈને સ્ટોરમાં જમા કરાવાઇ છે. આ ઉપરાંત વોર્ડ નંબર 16 માં પ્રતાપ નગર થી સોમા તળાવ રોડ પરના હંગામી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી હાલમાં ચાલતું પેવર બ્લોક નાખવાનું કામ સરળ બને એવો પાલિકા તંત્રનો ઈરાદો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિક થી ધમધમતા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં ફૂલનો વેપાર ધંધો કરનારા વાહન વ્યવહારને અડચણરૂપ થાય એવી રીતે પથારા પાથરીને ફૂલનો વેપાર ધંધો કરી રહ્યા હતા ત્યારે પાલિકા તંત્ર દ્વારા ત્રાટકેલી દબાણ શાખાની ટીમે વાત તમામ ફુલવાળાના મળીને કુલ 700 કિલો જેટલો ફૂલનો જથ્થો તથા એક ખુલ્લી રીક્ષા જપ્ત કરી હતી.

એ બીજી બાજુ સોમા તળાવથી પ્રતાપ નગર રોડ પર પેવર બ્લોક નાખવાનું કામકાજ હાલમાં ચાલી રહ્યું છે ત્યારે નડતરરૂપ હંગામી દબાણોના કારણે આ કામગીરી અટકી છે પરિણામે દબાણ શાખાની ટીમે આવા હંગામી દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરી છે જેથી પેવર બ્લોકની કામગીરી નિયત સમયમાં પૂરી થઈ શકે.

ઉપરાંત અમિત નગર બ્રિજ અને ફતેગંજ બ્રિજ સહિત ગોલ્ડન ચોકડી અને કપુરાઈ બ્રિજ આસપાસ પડી રહેલા શ્રમજીવીઓ અને રમકડાવાળાઓને પાલિકાની દબાણ શાખા એક ખદેડી દીધા હતા. જે તે વિસ્તારમાં રહેતા આ તમામ શ્રમજીવીઓ તેમના નિયત સ્થળે ગંદકી પણ કરતા હતા.

વડોદરા શહેરમાં એક્ટના અમલના ભાગરૂપે ખોડીયાર નગર ચાર રસ્તા પાસે આવેલા વિસ્તારના ઢોરવાડાને નોટિસ આપી ખાલી કરવા સૂચના આપી છે જેમાં (1) જગમાલભાઈ ભરવાડ(2) પૂનમભાઈ ભરવાડ (3) વશરામભાઈ ભરવાડ (4) રામાભાઇ ભરવાડનો સમાવેશ થાય છે. સાથે સાથે નવા યાર્ડ વિસ્તારમાંથી ઢોરો માટે ઘાસચારો વેચનાર પથારા વાળાને હટાવી 30 કિલો ઘાસનો જથ્થો જપ્ત કર્યો છે.


Google NewsGoogle News