Get The App

વડોદરામાં મદનઝાંપા રોડના સાયકલ બજાર, ખંડેરાવ માર્કેટ ફ્રુટ બજારમાં ફરી દબાણો હટાવ્યા

Updated: May 30th, 2024


Google NewsGoogle News
વડોદરામાં મદનઝાંપા રોડના સાયકલ બજાર, ખંડેરાવ માર્કેટ ફ્રુટ બજારમાં ફરી દબાણો હટાવ્યા 1 - image


Demolition in Vadodara : વાહન વ્યવહાર અને ટ્રાફિકથી ધમધમતા મદનઝાંપા રોડના સાયકલ બજાર સહિત ખંડેરાવ માર્કેટ વિસ્તારમાંથી ફ્રુટના દુકાનદારો, પથારાના ગેરકાયદે દબાણો હટાવીને પાલિકા તંત્રએ 45 જેટલી ક્રેટો કબ્જે કરી સ્ટોરમાં જમા કરાવી હતી. 

શહેરમાં ચારે બાજુએ ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે જુદી જુદી જગ્યાએ પાલિકા તંત્ર દ્વારા રોજે રોજ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે છે ત્યારે જૂની જગ્યાએ દબાણો ફરી યથાવત થઈ જતા હોય છે. 

દરમિયાન મદનઝાંપા રોડ પર ટ્રાફિકથી ચહલપહલવાળા વિસ્તારમાં સાઈકલના વેપારીઓ દ્વારા બંને બાજુના ફૂટપાથ સાઇકલો ગોઠવી ઢાંકી દેવાય છે ઉપરાંત બંને બાજુના રસ્તા પણ અડધાથી વધુ રોકાઈ જાય છે. પરિણામે આ વિસ્તારમાં સતત ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સર્જાયા કરે છે. જેથી દબાણ શાખાની ત્રાટકેલી ટીમે આજે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી. 

આવી જ રીતે ખંડેરાવ માર્કેટ આસપાસના ફ્રુટના દુકાનદારો અને પથારાવાળા પોતાનો ફ્રુટનો માલ સામાન ગોઠવીને ગેરકાયદે દબાણ કરતા ટ્રાફિકને બારે અડચણ પડતી હોય છે. જેથી ત્રાટકેલી પાલિકાની દબાણ શાખાની ટીમે આ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરાવીને 45 જેટલી ક્રેટો કબજે કરીને પાલિકા સ્ટોર ખાતામાં જમા કરાવી હતી.


Google NewsGoogle News