વડોદરા કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ, શેડ સહિતના દબાણો દૂર કરાયા

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ, શેડ સહિતના દબાણો દૂર કરાયા 1 - image

વડોદરા,તા.16 માર્ચ 2024,શનિવાર

વડોદરા કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં ઉભા કરાયેલા આઠ જેટલા દબાણો પાલિકા તંત્રએ આજે દૂર કર્યા હતા. 

નિઝામપુરા એસટી ડેપો સામે આવેલ વરસાદી કાંસ પાસે જલજ્યોત સોસાયટીની પાછળના ભાગે કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં અહીંના સ્થાનિક રહીશોએ કમ્પાઉન્ડ વોલ, બાથરૂમ, શેડ વગેરે બનાવી દબાણ ઊભું કર્યું હતું. આ મામલો પાલિકાને ધ્યાને આવતા સ્થાનિક રહીશોને તેમના દબાણ દૂર કરવાની સૂચના આપી હતી. તેમ છતાં તેઓના દબાણ યથાવત રહ્યા હતા. આખરે આજે પાલિકાની દબાણ શાખાએ અહીંના દબાણ ઉપર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરી હતી. કાર્યવાહી ટાણે સ્થાનિક પોલીસને સાથે રાખવામાં આવી હતી.


Google NewsGoogle News