વીજ થાંભલો હટાવવાની કામગીરી દરમિયાન કરંટ લાગ્યો

બે શ્રમજીવીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
વીજ થાંભલો હટાવવાની કામગીરી દરમિયાન કરંટ લાગ્યો 1 - image

 વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.માં વીજ થાંભલો હટાવવાની કામગીરી દરમિયાન બે શ્રમજીવીઓને કરંટ લાગતા ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

એમ.જી.વી.સી.એલ.માં વીજ થાંભલા  હટાવવાનો અને નવા લગાવવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટરની ત્યાં રોજીંદા કામ પર  પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ગોરવાડ ગામે રહેતા હિંમત દોલતભાઇ પગી ( ઉં.વ.૩૬) તથા સુરેશ લખુભાઇ ડામોર (ઉં.વ.૩૦) ગઇકાલે આવ્યા હતા.  ગઇકાલે  સાંજે તેઓ મકરપુરા જી.આઇ.ડી.સી.માં વીજ થાંભલો હટાવવાની કામગીરી કરતા હતા. તે દરમિયાન વીજ કરંટ લાગતા  હિંમતને માથામાં જમણી બાજુ  પાછળ તથા ડાબા હાથ અને  પંજામાં ઇજા થઇ હતી. જ્યારે સુરેશ ડામોરને બંને હાથ અને પગના  પંજામાં તથા જમણા ખભે કરંટ લાગતા ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવવામાં આવ્યા હતા. તેઓની હાલત સુધારા પર છે.


Google NewsGoogle News