Get The App

મધ્ય ગુજરાતમાં ૯૩૭ કરોડના ખર્ચે વીજ માળખું અપગ્રેડ કરાશે

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
મધ્ય ગુજરાતમાં ૯૩૭ કરોડના ખર્ચે વીજ માળખું અપગ્રેડ કરાશે 1 - image

વડોદરાઃ મધ્ય ગુજરાતના વડોદરા સહિતના સાત જિલ્લાઓના વીજ માળખાને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ૯૩૭ કરોડ રુપિયાના ખર્ચે અપગ્રેડ કરવામાં આવશે.જેની પાછળનો હેતુ વીજ વિતરણ દરમિયાન થતો વીજળીને વેડફાટ ઓછો કરવાનો, ગ્રામ્ય વિસ્તારોમાં લો વોલ્ટેજની સમસ્યાને દુર કરવાનો અને સતત ગુણવત્તાયુક્ત વીજ પૂરવઠો પૂરો પાડવાનો છે.

મધ્ય ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્રમાં આવતા સાત જિલ્લાઓ પૈકી વડોદરા અને દાહોદમાં ડિસેમ્બર મહિનાથી અપગ્રેડની કામગીરીની શરુઆત થશે.આ માટેના ટેન્ડર મંજૂર થઈ ગયા છે.જ્યારે બાકીના પાંચ જિલ્લાઓ છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, મહિસાગર અને ખેડામાં આ કામગીરી માટેના ટેન્ડરો આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે.તમામ જિલ્લાઓમાં માર્ચ-૨૦૨૫ સુધીમાં વીજ પુરવઠાનુ માળખુ અપગ્રેડ કરવાનો લક્ષ્યાંક છે.

વીજ કંપનીના મેનેજિંગ ડાયરેકટર તેજસ પરમારે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, કામગીરીના ભાગરુપે તમામ જિલ્લાઓમાં જ્યાં જરુર હોય ત્યાં અન્ડરગ્રાઉન્ડ કેબલો નાંખવામાં આવશે, ટ્રાન્સફોર્મર બદલવામાં આવશે, ફીડરોનુ રીકન્સ્ટ્રક્શન કરાશે, ઓપન કેબલની જગ્યાએ નવા કેબલ નાંખવામાં આવશે.આ પ્રોજેકટની શરુઆત વડોદરા અને દાહોદથી કરવામાં આવનાર છે.જ્યારે અન્ય જિલ્લા માટે પણ હાલમાં સર્વે ચાલી રહ્યો છે.વડોદરા અને દાહોદ જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લામાં ૭૦ કિલોમીટરની લંબાઈના અન્ડગ્રાઉન્ડ કેબલ નંખાશે અને ૧૮૦૦ ટ્રાન્સફોર્મર બદલવામાં આવશે.જેની પાછળ કુલ ૪૦ કરોડ રુપિયાનો ખર્ચ થશે.જ્યારે દાહોદ જિલ્લામાં ૪૦૦ કિલોમીટર લંબાઈના અન્ડરગ્રાઉન્ડ કેબલ નાંખવામાં આવશે તેમજ ૧૦૦૦ ટ્રાન્સફોર્મર બદલવામાં આવશે.દાહોદ જિલ્લા પાછળ ૧૯૦ કરોડ રુપિયાનો ખર્ચ થશે.ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં વીજ કંપની અલગ પ્રોજેકટના ભાગરુપે ૮૦  ટકા કરતા વધારે વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ કરી ચુકી છે.


Google NewsGoogle News