બરોડા ડેરીના ચેરમેને રાજીનામું આપ્યા બાદ તા.9મીએ નવા ચેરમેન માટે ચૂંટણી

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
બરોડા ડેરીના ચેરમેને રાજીનામું આપ્યા બાદ તા.9મીએ નવા ચેરમેન માટે ચૂંટણી 1 - image

વડોદરાઃ બરોડા ડેરીના પ્રમુખ પદેથી જિલ્લા ભાજપ ચેરમેને રાજીનામું આપતાં તેમની ખાલી જગ્યા માટે આગામી તા.૯મી એ ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

બરોડા ડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનની અઢી વર્ષની બીજી ટર્મ માટે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ આપતાં જિલ્લા ભાજપ ચેરમેન તરીકે સતિષ નિશાળિયા પ્રમુખ તરીકે અને જી બી સોલંકી વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.

પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખે જિલ્લા પ્રમુખને બે હોદ્દા પરથી એક હોદ્દો છોડવા સૂચના આપતાં તેમણે બે દિવસ પહેલાં જ બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું.જેથી તેમની ખાલી પડેલી જગ્યા માટે આગામી તા.૯મીએ ચૂંટણી જાહેર કરવામાં આવી છે.


Google NewsGoogle News