રેલ્વે ફ્રેઇટ કોરીડોર પ્રોજેક્ટમાં વડોદરા જિલ્લાના ખેડૂતોને વળતર ચૂકવવામાં અન્યાય સામે ચૂંટણી બહિષ્કાર ના બેનરો લગાવી વિરોધ
વડોદરા, તા. 23 માર્ચ 2024 શનિવાર
ગુજરાતમાંથી પસાર થતાં રેલવે ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ની જમીન સંપાદનની પ્રક્રિયામાં વડોદરા જિલ્લાના ખેડૂતોને અન્યાય થવાના મુદ્દે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ ના નેજા હેઠળ તાજેતરમાં ખેડૂતોની એક બેઠક બિલ કામે મળી હતી જેમાં આંદોલન કરવાની ત્રણ નીતિ નક્કી થયા બાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને હવે કેટલાક ગામોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડવાની શરૂઆત થઈ છે. જેમાં ગઈકાલે વરણામાં ગામ ખાતે ખેડૂતોએ બેનરો સાથે વિરોધ કર્યો હતો જ્યારે આજે શેરખી પાદરા તાલુકાના ગોરીયાદ ગામ ખાતે ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે દેખાવો કરી વિરોધ કર્યો હતો.
એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના અગ્રણી વકીલ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે,વડોદરા જીલ્લામાં રેલ્વે ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર અને વડોદરા-મુંબઈ એક્ષપ્રેસવે મા જમીન ગુમાવનાર ખેડૂતોને ખુબ ઓછુ વળતર મળવાના કારણે ખેડૂતોએ આરબીટ્રેટરમાં વધુ વળતર મેળવવા માટે કેસો દાખલ કર્યા હતા. આરબીટ્રેટરની નિમણુક કેન્દ્ર સરકાર ધ્વારા આઈ.એ.એસ.ઓફીસરો અને કલેકટરોની કરવામા આવેલ અને આ આરબીટ્રેટરો ધ્વારા સરકારના દબાણ હેઠળ કાયદા અને સ૨કા૨ી પરીપત્રોને બાજુ પર મુકીને ગુજરાત રાજય સરકાર ધ્વારા બુલેટ ટ્રેન, વડોદરા-મુંબઈ એક્ષપ્રેસવે માં સુરત, નવસારી, વલસાડ ના ખેડૂતો બુલેટ ટ્રેન, વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ વે માં જમીન ગુમાવનાર ખેડૂતો ધ્વારા આ બન્ને યોજનામાં સ્થળ ઉપરનો કબજો ન આપતા રાજય સરકારે માજી મહેસુલ મંત્રી કૌશિક પટેલ, ભુપેન્દ્ર ચુડાસમા અને ગણપત વસાવા તેમજ ભાજપ ના પ્રમુખ સી. આર. પાટીલ ની આગેવાની હેઠળ સુરત-વલસાડ-નવસારી ના ખેડૂતોને કાયદો અને રાજયના પરીપત્રોને ધ્યાને લઈ પ્રતિ ચો.મી. રૂા. ૭૦૦, ૮૦૦, ૯૦૦, ૧૦૪૦ નો આરબીટ્રેટર પાસે ઓર્ડર કરી વળતર ચુકવેલ તે જ પ્રમાણે વડોદરા અને ભરૂચના ખેડૂતો વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ વે માં જમીન ગુમાવેલ તેઓને સુરતના ખેડૂતોને વળતર આપવા માટે જે નીતી અપનાવી તે પ્રમાણે વળતર ચુકવવાના બદલે પ્રતિ ચો.મી. ભરૂચ અને વડોદરાએ પ્રતિ ચો.મી. રૂા.પ૦/- અને ૧૦૦/- નો વધારો કરેલ છે તેમજ રેલ્વે ડેડીકેટેડ ફેઈટ કોરીડોરમાં આણંદ જીલ્લાના ખેડૂતોને સરકારી જમીનની જંત્રી પ્રમાણે વળત૨ ચુકવવાનો આરબીટ્રેટરે ઓર્ડર કરેલ તે પ્રમાણે વળતર ચુકવવા વડોદરા જીલ્લાના ખેડૂતોએ આરબીટ્રેટર સમક્ષ રજુઆત કરવા છતાં, પુરાવા મુકવા છતાં, તેને ધ્યાને લીધા સિવાય કોઈપણ પ્રકારનુ વળતર ચુકવ્યા વગ૨ સ૨કા૨ના દબાણ હેઠળ આરબીટ્રેટરે કેસો કાઢી નાંખેલ છે તેના વિરોધમાં આંદોલનની શરૂઆત કરી અનેક ગામોમાં ચૂંટણી બહિષ્કાર ના બેનરો લગાડવાની શરૂઆત થઈ છે.