વીજ ઓવરલોડને કારણે રાત્રે શોર્ટ સર્કિટના વધુ આઠ બનાવ, ઈસ્ત્રીની લારી સળગી
image : Freepik
Fire in Vadodara : વડોદરામાં કાળજાળ ગરમીને કારણે રાત્રે ઈલેક્ટ્રીક ઉપકરણોનો વપરાશ વધુ થતો હોવાથી શોર્ટ સર્કિટના બનાવો બની રહ્યા છે.
ગઈકાલે રાત્રે પણ વાડી ટાવર, વાસણા રોડ, ગોત્રી, હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસે, તાંદલજા, ગાજરાવાડી સહિતના વિસ્તારોમાં ઈલેક્ટ્રીક કેબલ તેમજ ડીપીમાં શોર્ટ સર્કિટ થતા ધડાકા સાથે આગ લાગવાના સાત થી આઠ બનાવ બન્યા હતા.
ઉપરોક્ત બનાવોને પગલે સ્થાનિક રહેવાસીઓ હેરાન થયા હતા. ફાયર બ્રિગેડ અને વીજ કંપનીની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન હરણી સંગમ પાસે ઇલેક્ટ્રીક કેબલ તુટતા ઈસ્ત્રી કામ માટેની લારી સળગી હતી.