Get The App

ગણેશ વિસર્જન અને ઇદ એ મિલાદ એક સાથે આવતા હોવાથી ઇદનું જુલુસ તા.29મીએ નીકળશે

પોલીસ કમિશનર અને અધિકારીઓ સાથેની મીટિંગમાં મુસ્લિમ આગેવાનોએ સંમતિ દર્શાવી

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
ગણેશ વિસર્જન અને ઇદ એ મિલાદ એક સાથે આવતા હોવાથી ઇદનું જુલુસ તા.29મીએ નીકળશે 1 - image

વડોદરાઃ શ્રીજી વિસર્જન અને ઇદનો તહેવાર એક સાથે આવતા હોવાથી વડોદરામાં કોમી એખલાસ જળવાય તે હેતુથી મુસ્લિમ સમાજ દ્વારા બીજા દિવસે તા.૨૯મીએ જુલુસ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરમાં દસ દિવસ માટે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને તા.૨૮મીએ શ્રીજી વિસર્જન કરવામાં આવનાર છે.જે દરમિયાન શહેરના તમામ વિસ્તારોમાં શ્રીજીની શોભાયાત્રાઓ નીકળતી હોય છે.

આવી જ રીતે ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવસે ઇદ એ મિલાદની ઉજવણી કરવામાં આવે છે.જેમાં મુસ્લિમ વિસ્તારો અને મકાનો પર રોશની કરવામાં આવતી હોય છે.આ ઉપરાંત ધાર્મિક પ્રવચનો,ગરીબો અને વિધવાઓને અનાજ વિતરણ,વાયઝ,નિયાઝ જેવા કાર્યક્રમો ઉપરાંત તમામ વિસ્તારોમાં જુલુસ કાઢવામાં આવતા હોય છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે કહ્યું છે કે,બંને તહેવાર એક સાથે આવતા હોવાથી અમે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મીટિંગ કરી આ બાબતે ચર્ચા કરી હતી.જેથી આગેવાનોએ શહેરમાં શાંતિ અને કોમી એખલાસ જળવાઇ રહે તે માટે તા.૨૮મીએ ઇદની ઉજવણી ચાલુ રાખવા અને જુલુસો બીજા દિવસે કાઢવાની તૈયારી બતાવી છે.


Google NewsGoogle News