ભાજપના નેતાઓએ સદસ્યતા અભિયાન માટે શૈક્ષણિક સંસ્થાઓ તરફ નજર દોડાવી

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
ભાજપના નેતાઓએ સદસ્યતા અભિયાન  માટે શૈક્ષણિક સંસ્થાઓ તરફ નજર દોડાવી 1 - image

વડોદરાઃ ભાજપ દ્વારા હાલમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જોકે વડોદરામાં તાજેતરમાં આવેલા પૂરના કારણે ભાજપના નેતાઓ અને કાર્યકરોને લોકોની વચ્ચે સભ્ય બનાવવા માટે જવાનું કપરુ થઈ ગયું છે.આ પ્રકારની સ્થિતિમાં ભાજપના નેતાઓએ હવે  એમ.એસ.યુનિવર્સિટી, શહેરની ખાનગી કોલેજો, ખાનગી યુનિવર્સિટીઓ અને કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને સભ્ય બનાવવા માટે ધમપછાડા શરું કર્યા છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે ભાજપના નેતાઓએ સીધી કે આડકતરી રીતે ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓના સંચાલકોનો સંપર્ક કરીને તેમને  વિદ્યાર્થીઓને સભ્ય બનાવવા માટે મદદ કરવા માટે અપીલ કરી છે.આ ઉપરાંત એમ.એસ.યુનિવર્સિટીમાં ભાજપના નેતાઓ સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા વિદ્યાર્થી નેતાઓ પણ કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સભ્ય બનાવવા માટે  કોશિશ કરી રહ્યા છે.

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના મોટાભાગના વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતા હોય છે.ભાજપના કોર્પોરેટરો પણ કોચિંગ ક્લાસીસના સંચાલકોનો સંપર્ક સાધીને  તેમના ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓને સભ્ય બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હોવાનુ જાણવા મળ્યું છે.

વડોદરામાં આવેલા પૂર બાદ ભાજપ સામે લોકોમાં ભારે રોષ છે અને તેવામાં શરુ થયેલા સદસ્યતા અભિયાનમાં સભ્ય બનાવવા માટે કયા મોઢે લોકો વચ્ચે જવું તે  સવાલ નેતાઓ અને કાર્યકરોને મૂંઝવી રહ્યો છે.સભ્યો બનાવવા માટે હવે કોલેજના વિદ્યાર્થીઓ  ભાજપ માટે સોફટ ટાર્ગેટ બની રહ્યા છે.જોકે



Google NewsGoogle News