શિક્ષણ સમિતિના શાળા રમતોત્સવની આજે પૂર્ણાહુતિ
બીજા દિવસે બોયઝ અને શિક્ષકોની વ્યક્તિગત રમતો યોજાઈ
વડોદરા,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા રમતોત્સવના બીજા દિવસે માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે બોયઝ અને શિક્ષકોની વિવિધ વ્યક્તિગત રમતો યોજાઈ હતી.
બોયઝની ગોળાફેંક, બેઝબોલ ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૪ X ૧૦૦ રીલે દોડ રીલેદોડ જેવી બાહ્ય રમતો તથા કેરમ, યોગ નિદર્શન જેવી આંતરિક રમતોનું આયોજન કરાયું હતું. બપોર બાદ કબડ્ડી, ખો-ખો, રસ્સા ખેંચ તથા લંગડી જેવી સાંધિક રમતો યોજાઈ હતી. આવતીકાલે ત્રીજા દિવસે સવારે ૧૧ વાગ્યે સમાપન સમારોહ યોજાશે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ ભાગ લેનાર રમતવીરો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે વ્યક્તિગત અને સાંધિક રમતોમાં વિજેતા ઉમેદવારોને ટ્રોફી, પુરસ્કાર અપાશે.
૧૦૦ મીટર દોડમાં રાવળ ગોવિંદ એમ (પ્રથમ) - કુબેરેશ્વર પ્રા. શાળા (સવાર), પઠાણ અયાન આઈ (બીજો)- દીનદયાળ ઉપાધ્યાય અંગ્રેજી- પ્રા. શાળા, શેખ ગુલસાદ એસ (ત્રીજો)- ભગતસિંહ પ્રા. શાળા (સવાર) વિજેતા થયા હતા. ૨૦૦ મીટર દોડમાં કુશવાહા રાજ આર સ્વામી વિવેકાનંદ પ્રા.શાળા (બપોર)- પ્રથમ, નાયક રાહુલ એસ રંગ અવધૂત પ્રા.શાળા, પઠાણ મો.શેબેન (ત્રીજો) ચાણક્ય અંગ્રેજી પ્રા. શાળા વિજયી થયા હતા. ૪ X ૧૦૦ રીલે દોડમાં ડો. હેડગેવાર હિન્દી પ્રા. શાળા (પ્રથમ), શ્યામાપ્રસાદ મુકરજી પ્રા. શાળા (બપોર) દ્વિતીય સ્થાને અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રા. શાળા (સમા) ત્રીજા સ્થાને રહી હતી.