Get The App

ટ્રાફિકના ઈ-મેમો જેમ હવે જાહેરમાં કચરો ફેંકનારને પણ ઈ-મેમો

વાહન પર આવીને કચરો ફેંકનારને નંબર પ્લેટ આધારે શોધી ઘરે જઈ ૫૦૦નો દંડ લેવાનું શરૃ

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
ટ્રાફિકના ઈ-મેમો જેમ હવે જાહેરમાં કચરો ફેંકનારને પણ ઈ-મેમો 1 - image

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ટ્રાફિક નિયમન ભંગ બદલ જે રીતે ઈ-મેમો અપાય છે, તે રીતે જાહેરમાં ગંદકી કરતા લોકોને પણ ઈ-મેમો આપવાની શરૃઆત કરી છે.

શહેરમાં જ્યાં ઓપન સ્પોટ છે ત્યાં ૫૦ જેટલા સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે, જેમાં વાહન પર આવીને કચરો ઠાલવી જતા લોકોને ઓળખી કાઢીને ઈ-મેમો આપવાનું શરૃ કર્યુ ંછે. 

શહેરના ચારેય ઝોનમાં આવા ૨૦૦થી વધુ ઈ-મેમો અપાયા છે. વાહન પર આવીને કચરો ઠાલવી જતાં લોકોને નંબર પ્લેટના આધારે શોધી કાઢવામાં આવે છે. સીટી કમાન્ડ સેન્ટરથી કેમેરામાં નંબર પ્લેટનું મોનિટરિંગ કરીને કોર્પોરેશનના આસિ.

 મ્યુનિ. કમિશનરને વિગતો પહોંચાડયા બાદ ત્યાંથી વોર્ડમાં માહિતી અપાય છે. વોર્ડમાંથી જે તે વ્યક્તિના ઘરે પહોંચીને રૃા.૫૦૦ ના દંડનો ઈ-મેમો અપાય છે. 

આ જ પ્રમાણે ચાલતા જતા લોકો પણ જાહેરમાં જેમ તેમ કચરો ફેંકીને ભાગતા હશે તો તેને પણ પકડીને જાહેરમાં કચરો ફેંકીને ગંદકી કરવા બદલદંડ કરવામાં આવશે


Google NewsGoogle News