Get The App

તાજીયાના જૂલુસ દરમિયાન ડી.જે. વગાડનાર સામે ફરિયાદ

ચાર દિવસ પછી નવાપુરા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
તાજીયાના જૂલુસ દરમિયાન ડી.જે. વગાડનાર સામે ફરિયાદ 1 - image

વડોદરા,૧૭ મી તારીખે રાતે તાજીયાના જૂલુસ દરમિયાન ડી.જે. વગાડનાર મ્યુઝીક સિસ્ટમના માલિક સામે નવાપુરા પોલીસે ચાર દિવસ પછી ગુનો દાખલ કર્યો છે.

નવાપુરા મહેબૂબપુરા કોર્પોેરેશનના દવાખાનાની સામે રહેતા અખ્તરમીંયા યાકુબમીંયા શેખ દ્વારા તાજીયાના જૂલુસ અંગે પોલીસ કમિશનરની કચેરીમાંથી પરવાનગી લીધી હતી.  તેમાં લાઉડ સ્પીકર વગાડવા માટે ડી. જે. સંચાલક વસીમ ઇસુબભાઇ ઘાંચી ( રહે.ડાહીબા નગર, મકરપુરા જી.આઇ.ડી.સી.)ના લાઉડ સ્પીકર રાખ્યા હતા.  પરંતુ, વસીમે ડી.જે. વગાડયું હતું. તા. ૧૭ મી રાતના સાડા અગિયાર વાગ્યાના બનાવ અંગે નવાપુરા  પોલીસે મોડે  મોડે ચાર દિવસ પછી ગુનો દાખલ કરી વસીમ ઘાંચી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News