Get The App

પીકઅવર્સ દરમિયાન જ વરસાદ તૂટી પડતા ઠેર - ઠેર ટ્રાફિક જામ : વાહન ચાલકો અટવાયા

ટ્રાફિક જામના કોલથી પોલીસ કંટ્રોલ રૃમનો ફોન સતત રણકતો રહ્યો : મોટા ભાગના મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ ગયા

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
પીકઅવર્સ દરમિયાન જ વરસાદ તૂટી  પડતા ઠેર - ઠેર ટ્રાફિક જામ : વાહન ચાલકો અટવાયા 1 - image

વડોદરા,બુધવારે સાંજે માત્ર બે કલાકના ગાળામાં સાંબેલાધાર પડેલા ત્રણ ઇંચ વરસાદે સમગ્ર શહેરમાં  જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. સાંજે પીક અવર્સમાં જ વરસાદ તૂટી પડતા ઠેર - ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. નાગરિકો ફસાઇ ગયા હતા.

છેલ્લા બે દિવસથી બફારા વચ્ચે આજે સાંજે તૂટી પડેલા વરસાદે ફરીથી શહેરને ઘમરોળી નાંખ્યું હતું. ચાલુ સિઝનમાં ત્રીજી વખત વરસાદે શહેરમાં ખાનાખરાબી સર્જી છે. આજે સાંજે પોણા છ વાગ્યા પછી ધીમી ધારે શરૃ થયેલા વરસાદે જોતજોતમાં રૌદ્ર સ્વરૃપ ધારણ કરી લીધું હતું. ૧૧૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન અને ભારે વરસાદના કારણે શહેરીજનો ફસાઇ ગયા હતા. સાંજે નોકરીથી છૂટીને ઘરે પરત ફરતા કર્મચારીઓ પોતાના વાહનો સાથે રોડ પર જ અટવાઇ ગયા હતા. વરસાદ એટલો ભારે હતો કે, માત્ર ૧૦ ફૂટના અંતરે પણ કંઇ દેખાતું નહતું. સાંજે એકદમ અંધારપટ થઇ ગયો હતો. જેના પરિણામે વાહન ચાલકો ફસાઇ ગયા હતા. તે ઉપરાંત રસ્તાઓ પર પાણી ભરાઇ જતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. લોકો રસ્તાની બાજુ પર વાહનો  પાર્ક કરીને ઉભા રહી ગયા હતા. કેટલાક નાગરિકોએ વરસાદમાં જવાની હિંમત કરતા તેમના વાહનો બંધ થઇ ગયા હતા. શહેરના મોટાભાગના મુખ્ય માર્ગો  પાણીથી રેલમછેલ થઇ  જતા ટ્રાફિકજામ થઇ ગયો હતો. પોલીસ કંટ્રોલ  રૃમના ફોન પર સતત  ટ્રાફિક જામના કોલ આવતા  હતા. પોલીસ તંત્ર પણ ટ્રાફિક હળવા કરવા દોડતું રહ્યું હતું.


Google NewsGoogle News