Get The App

વડોદરામાં ચોરોની અફવા વચ્ચે મધરાતે એક બાઇક પર સવાર ત્રણ પીધેલા પોલીસના હાથે પકડાયા

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં ચોરોની અફવા વચ્ચે મધરાતે એક બાઇક પર સવાર ત્રણ પીધેલા પોલીસના હાથે પકડાયા 1 - image

વડોદરાઃ શહેરમાં ચોરોની અફવાને કારણે અનેક વિસ્તારોમાં લોકો મારક હથિયારો સાથે જાગરણ કરી રહ્યા હોવાના કિસ્સા જોવાઇ રહ્યા છે ત્યારે હરણીરોડ પર ગઇ મધરાતે નશામાં ધૂત થઇ બાઇક પર ફરતા ત્રણ યુવકો પોલીસના હાથે પકડાઇ જતાં તેમની સામે કેસ કરવામાં આવ્યો હતો.

ચાર દિવસ  પહેલાં જ વારસીયા વિસ્તારમાં ટોળાએ બાઇક પાર્ક કરીને આસપાસ ફરતા ત્રણ યુવકો ને માર મારતાં એકનું મોત નીપજ્યું હોવાનો બનાવ  બન્યો હતો.જેથી પોલીસ લોકોને કાયદો હાથમાં નહિ લેવા માટે સમજાવી રહી છે.

તો બીજીતરફ હરણીરોડ વિસ્તારની સોસાયટીના નામે ચોરોનો એક વીડિયો વાયરલ થયો હતો.જે વીડિયો હકિકતમાં કોઇ  બીજી જગ્યાનો હતો.આમ છતાં લોકોમાં ભારે દહેશત ફેલાઇ હતી.

આવા માહોલ વચ્ચે ગઇ રાતે ૨ વાગ્યાના અરસામાં નશામાં ચૂર હાલતમાં એક  બાઇક પર ત્રણ યુવકો હરણીરોડ પરથી જઇ રહ્યા હોવાથી મીરા ચાર રસ્તા પાસે કારેલીબાગ પોલીસને શંકા ગઇ હતી.

યુવકોની બાઇક વાંકીચૂકી ચાલતી હતી અને ત્રણેય જણા લથડિયા ખાતા હતા.પોલીસે પૂછપરછ કરતાં તેમના નામ અક્ષય રાવજીભાઇ પરમાર,વિજય ઉદેસિંહભાઇ રાઠોડિયા અને અક્ષય કનુભાઇ પરમાર(ત્રણેય રહે.સુખલી પુરા ગામ, તા.વડોદરા) હોવાનું જણાઇ આવતાં પોલીસે દારૃના કેસમાં ત્રણેયની ધરપકડ કરી હતી.


Google NewsGoogle News