અકોટાની હોટલમાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતા સેલમાં દરોડો,234 નંગ શર્ટ-પેન્ટ કબજે

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
અકોટાની હોટલમાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતા સેલમાં દરોડો,234 નંગ શર્ટ-પેન્ટ કબજે 1 - image

વડોદરાઃ અકોટા વિસ્તારની હોટલમાં બ્રાન્ડેડ કંપનીના નામે પેન્ટ-શર્ટનું સેલ ચાલી રહ્યું હોવાની વિગતોને પગલે પોલીસે દરોડો પાડી ગુનો નોંધ્યો હતો.

તાજ વિવાન્તા હોટલમાં ગોલ્ડ રોક્સ ક્રિએશન ના નામે યોજાયેલા સેલમાં આદિત્ય બિરલા ફેશનના પિટર ઇન્ગ્લેન્ડ,મુફ્તિ જેવી બ્રાન્ડના ડુપ્લિકેટ શર્ટ-પેન્ટનું વેચાણ થઇ રહ્યું હોવાની વિગતોને પગલે પોલીસે કાર્યવાહી કરી હતી.

આ વખતે સેલમાંથી કુલ રૃ.૨.૩૨ લાખની કિંમતના ૨૩૪ નંગ પેન્ટ-શર્ટ મળી આવ્યા હતા.જેથી મેનેજર વિકાસ કેશરદેવ શર્મા(અગ્રવાલ ગેસ્ટ હાઉસ,જેતલપુર રોડ, મૂળ રાજસ્થાન) તેમજ માલિક અંકિત રાજેન્દભાઇ અગ્રવાલ(બેંગ્લોર) સામે કોપી રાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.


Google NewsGoogle News