Get The App

પીએમ મોદી અને પીએમ સાન્ચેઝના કાર્યક્રમના કારણે સેંકડો સોસાયટીઓના લોકો નજરકેદ

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
પીએમ મોદી અને પીએમ સાન્ચેઝના કાર્યક્રમના કારણે સેંકડો સોસાયટીઓના લોકો નજરકેદ 1 - image


PM Modi Vadodara Visit: પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના પીએમ પેડ્રો સાન્ચેઝના આજના કાર્યક્રમના કારણે ટાટા-એરબસ પ્લાન્ટના રુટ પરની સેંકડો સોસાયટીઓના હજારો લોકોને કલાકો સુધી નજરકેદ જેવી સ્થિતિનો સામનો કરવો પડયો હતો.

આમ તો અડધા શહેરમાં આજે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો અને તેના કારણે આજે સવારે નોકરી ધંધા પર જનારા લોકો હેરાન થયા હતા..દર વખતે જ્યારે પણ વડાપ્રધાન મોદી વડોદરા આવે છે ત્યારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વડોદરાના લોકોને સુરક્ષાના નામે બિન જરુરી હેરાન કરે છે.આજનો દિવસ પણ અપવાદ  નહોતો.

આજે પીએમ મોદી અને સ્પેનના પીએમ સાન્ચેઝના  એક કલાકના કાર્યક્રમ માટે  ટાટા એરબસના પ્લાન્ટના રુટ પરની સેંકડો સોસાયટીઓના લોકોને ગઈકાલ રાતથી જ નજરકેદ કરી લેવામાં આવ્યા હતા.આ રુટ પર સોસાયટીઓના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.જ્યાં ગેટ નહોતા ત્યાં પોલીસ કર્મીઓને ઉભા કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સરકાર સામેનો આક્રોશ ડામવાનો પ્રયાસ? PM મોદીની ગુજરાત મુલાકાતને લઈને વિરોધીઓ નજરકેદ: કોંગ્રેસ

આ વિસ્તારની એક સોસાયટીના રહીશે કહ્યું હતું કે, ગઈકાલ રાતથી જ ઈમરજન્સી વગર બહાર નીકળવાની અમને ના પાડી દેવામાં આવી હતી.આજે બપોરે બાર વાગ્યા સુધી અમે ઘરોમાં કેદ રહ્યા હતા.ઘણા લોકો નોકરી ધંધે જઈ શક્યા નહોતા.સારુ છે કે, સ્કૂલોમાં વેકેશન હતું. નહીંતર વિદ્યાર્થીઓ અને નાના બાળકોએ પણ પારાવાર પરેશાની ભોગવી હોત.

લોકોનું કહેવું હતું કે, આના કરતા તો રાજા મહારાજાઓ સારા હતા.અત્યારના નેતાઓ તો કરદાતાના પૈસે વીઆઈપી સાહ્યબી ભોગવે છે અને કરદાતાઓને જ હેરાન કરે છે.

દરમિયાન ઉદઘાટન સ્થળ પર પણ પોલીસ અને  સિક્યુરિટી દ્વારા મીડિયા તેમજ આમંત્રિતો સાથે સુરક્ષાના નામે તોછડું વર્તન કરવામાં આવ્યું હતું. મોબાઈલ વડે ફોટા અને વિડિયો ઉતારવા પર કોઈ પ્રતિબંધ નહીં હોવા છતા પોલીસ કર્મીઓ તુંડમીજાજી બનીને મનફાવે તેવી રીતે આમંત્રિતો સાથે વાત કરતા હતા.


Google NewsGoogle News