Get The App

12 દિવસ સર્વર ઠપ રહેતા RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની 1000 થી વધુ અરજીઓનો ભરાવો

ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવા છતાં અરદારોને જાણકારી અપાઇ નહી હોવાથી લોકોને 40 કિ.મી.નો ધક્કો પડતો હતો

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
12 દિવસ સર્વર ઠપ રહેતા RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની 1000 થી વધુ અરજીઓનો ભરાવો 1 - image


વડોદરા : આરટીઓના સર્વરમાં વારંવાર ખામી સર્જાતી હોવાથી અરજદારોનો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલમાં જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું સર્વર ૧૨ દિવસ બંધ રહેતા અરજદારો હેરાન પરેશાન થઇ ગયા છે. બીજા તરફ ૧,૦૦૦થી વધુ અરજીઓનો ભરાવો થઇ ગયો છે એટલે રોજની રેગ્યુલર અરજીઓ ઉપરાંત આ બેકલોગનો નિકાલ કરતા આરટીઓને એક મહિના કરતા વધુનો સમય લાગી જશે.

વડોદરા આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તા.૧૫ માર્ચના રોજ બંધ થઇ ગયો હતો જે બાદ એક સપ્તાહ સુધી તો અરજદારોને આ અંગે જાણ કરવામાં નહી આવતા અરજદારો એપોઇન્ટમેન્ટની તારીખ અને સમયે આરટીઓ ખાતે આવી જતા હતા જે બાદ ટ્રેક બંધ હોવાની જાણ થતી હતી એટલે અરજદારોને વડોદરાથી આરટીઓ ઓફિસ સુધી આવવા જવાનો ૪૦ કિ.મી.નો ધક્કો ખાવો પડતો હતો. ૧૨ દિવસ બંધ રહ્યા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું સર્વર તા.૨૮ માર્ચથી ફરીથી કામ કરતુ થયું છે. આરટીઓ ઓફિસમાંથી મળતી માહિતી અનુસાર સર્વરના પ્રોગ્રામમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાથી આખા રાજ્યામાં આ સમસ્યા સર્જાઇ હતી.

વડોદરા આરટીઓ કચેરીમાં ટુ વ્હિલ અને ફોર વ્હિલ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રોજની ૮૦થી વધુ એપોઇન્ટમેન્ટ હોય છે. ૧૨ દિવસ સર્વર બંધ રહેતા લગભગ ૧૦૦૦થી વધુ અરજીઓનો ભરાવો થઇ ગયો છે. હવે તા.૨૮ માર્ચથી રેગ્યુલર અરજીઓની સાથે આ બેકલોગ અરજીઓનો પણ નીકાલ કરવાની શરૃઆત કરવામાં આવશે એવુ જાણવા મળે છે કે રેગ્યુલર અરજીઓ સાથે રોજ ૩૦ થી ૩૫ બેકલોગ અરજીઓનો પણ સમાવેશ કરાશે. જે માટે નવી એપોઇન્ટમેન્ટ આપવામા આવશે.


Google NewsGoogle News