રોડ રિસર્ફેસિંગની કામગીરીને લીધે કાલથી લાલબાગ ઓવરબ્રિજ તા.૬ સુધી તબક્કાવાર બંધ

લાલબાગ બ્રિજ પર સ્ક્રેપિંગ કરીને બિટયુમિનશ કોંક્રિટ વર્ક કરાશે

Updated: May 21st, 2024


Google NewsGoogle News
રોડ રિસર્ફેસિંગની કામગીરીને લીધે  કાલથી લાલબાગ ઓવરબ્રિજ તા.૬ સુધી તબક્કાવાર બંધ 1 - image

વડોદરા,લાલબાગ રેલવે ઓવર બ્રિજ ઉપર વડોદરા કોર્પોરેશન દ્વારા રોડ રિસર્ફેસિંગની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે. જેના કારણે આ રેલવે બ્રિજને તબક્કાવાર બંધ કરવામાં આવશે. 

આ કામગીરી દરમિયાન લાલબાગ રેલવે બ્રિજ ઉપરથી અવર-જવર કરતા વાહનોની સુરક્ષા તેમજ શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારૃ ચાલે તે હેતુથી શહેર પોલીસ કમિશનર દ્વારા વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડયું છે.

તા.૨૩ થી તા.૬ જૂન સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી લાલબાગ રેલવે ઓવર બ્રિજને તબક્કાવાર બંધ રાખીને ટ્રાફિક ડાયવર્ઝન તેમજ પ્રતિબંધિત રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત મોતીબાગ તોપથી લાલબાગ બ્રિજ ઉપર થઈ શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તા તરફ અવર - જવર કરતા તેમજ શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તાથી લાલબાગ બ્રિજ ઉપર થઈ, મોતીબાગ તોપ  અવર-જવર કરતા ફોર વ્હીલર, થ્રી વ્હીલર તેમજ ટુ-વ્હીલર વાહનો માટે આ રૃટ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે સુશેન સર્કલથી લાલબાગ બ્રિજ તરફ અવર-જવરનો રસ્તો ભારદારી વાહનો અને એસ.ટી. બસો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે.

હાલ કોર્પોરેશન દ્વારા વડસર ઓવરબ્રિજની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. નવાયાર્ડ ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે, જે તા.૨૮ના રોજ પૂર્ણ થશે. લાલબાગ બ્રિજ પર હાલ પડ ઉપર પડ ચડી ગયા છે, જે સ્ક્રેપિંગ કરીને બીસી (બિટયુમિનશ કોંક્રિટ) વર્ક કરવામાં આવનાર છે.


Google NewsGoogle News