વડોદરા જિલ્લામાં પણ પૂરના પાણી ફરી વળ્યા, વાઘોડિયા અને પાદરાના બે માર્ગ પર અવરજવર બંધ કરાઇ
symbolic |
વડોદરા જિલ્લા પંચાયતના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભારે વરસાદને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જનજીવન પર અસર વર્તાઇ છે.હજી પૂરને કારણે થયેલા નુકસાનના વળતરના ઠેકાણા નથી ત્યાં ખેતરોમાં ફરી એક વાર પાણી ભરાઇ જતાં ખેડૂતોને બેવડો માર પડયો છે.
વાઘોડિયા તાલુકામાં દેવનદીના પાણીને કારણે મઢેલી-ફલોડ-વ્યારા એપ્રોચ રોડ પર પૂરના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.જેને કારણે અનેક ગામોના લોકોને અસર થઇ છે.વાઘોડિયાનું રોપા ગામ પણ બેટમાં ફેરવાઇ ગયું છે અને પ્રાથમિક સ્કૂલમાં ઘૂંટણ જેટલા પાણી ભરાઇ ગયા છે.
આવી જ રીતે પાદરા તાલુકાના કોટણા એપ્રોચ રોડ પર પણ પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.આજે આખો દિવસ વરસાદ બંધ રહેતાં પાણી ઓસરવાનું શરૃ થઇ ગયું છે.